સુરત લોકસભામાં જે ષડયંત્ર રચવામાં આવ્યું તે પ્રકરણમાં કાનૂની કાર્યવાહીની માંગ સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના ડેલીગેશને ચૂંટણી નિરીક્ષક દિપક આનંદ (IAS)ની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન મનોજભાઈ સોરઠીયાએ ચૂંટણી નિરીક્ષક દીપક આનંદ સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ કરવાનો આદેશ આપતાં ચૂંટણી અધિકારીએ લખ્યું છે કે, નામાંકન પર અરજદારની સહી નકલી જણાઈ રહી છે, તેથી ઉમેદવારી રદ કરવામાં આવી રહી છે.
જો કોંગ્રેસના ઉમેદવારે નકલી સહી સાથે નોમિનેશન ફોર્મ ભર્યું હોય, તો આવા બનાવટી દસ્તાવેજો સબમિટ કરવાનો ગુનો ભારતીય દંડ સંહિતા IPC 464, 465, 468, 471 અને 120(b) હેઠળ શિક્ષાપાત્ર છે. જો અરજદારે ખોટું સોગંદનામું દાખલ કર્યું હોય અને જૂઠું બોલ્યું હોય કે તેની સહી નકલી છે, તો તેની સામે IPC 191,192,193,196,200 હેઠળ ગુનો બને છે. લોકશાહી ખતમ કરનારી આ ઘટનામાં ચૂંટણી કમિશનરે હજુ સુધી કોઈ પગલાં લીધા નથી. આ ઘટનાએ લોકશાહીના પાયાને હચમચાવી નાખ્યો છે, તો ચૂંટણી પંચની જવાબદારી છે કે આ ઘટનામાં કાર્યવાહી કરે અને દોષિતોને સજા આપે.
3 Comments
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further exploration, I recommend visiting: READ MORE. Keen to hear everyone’s opinions!
I don’t think the title of your article matches the content lol. Just kidding, mainly because I had some doubts after reading the article.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.