વાર્ષિક મિટિંગ
૧૩ જુલાઈ ૨૦૨૪, શનિવારના સર્કિટ હાઉસ, શાહીબાગ અમદાવાદ ખાતે જન જાગૃતિ સેવા કેન્દ્ર ગુજરાત રાજ્ય, અમદાવાદની મિટિંગનું આયોજન સંસ્થાના પ્રમુખશ્રી રોહિતભાઈ પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બસોથી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત નવા સભ્યોના વ્યક્તિગત પરિચય અને સંસ્થાની કામગીરી સાથે લોકોના બંધારણીય અધિકારોના જતન માટે લોક જાગૃતિ અભિયાનની રૂપરેખા સંસ્થાના સેક્રેટરીશ્રી ગણપતભાઈ પરમારે આપી. એ સાથે જન જાગૃતિ સેવા કેન્દ્રના સભ્યોએ આરટીઆઇ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત સરકારી કચેરીઓમાં માહિતી પુરી ન પાડવા તેમજ અપીલમાં માહિતી આયોગમાં નિયુક્ત આયુક્ત તરીકે સરકારી અધિકારીઓ સિવાય નિવૃત્ત જજ, વકીલો કે જાહેરજીવનમાં પ્રતિષ્ઠિત નાગરિકોમાં થી પસંદ કરવામાં આવે તો સરકારી વહીવટ સુધારવા સાથે ભ્રષ્ટાચારને લાવી શકાય. આરટીઆઇ એકટની સરકારી કચેરીઓએ કાયદાની કલમ મુજબ સ્વયં જાહેર કરવાની થતી માહિતી જાહેર કરવામાં આવતી ન હોય તે અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી. એ સાથે આઉટ સોર્સ કર્મચારીઓના શોષણ સાથે તેમને મળવાપાત્ર લાભોથી વંચિત રાખવામાં આવતા હોવાનો મુદ્દો, રાઇટ ટુ એજ્યુકેશન, રાઇટ ટુ સર્વિસ, ખેડૂતોના ખેતરમાં ઇલેક્ટ્રિક કંપનીઓ દ્વારા ઊભા કરવામાં આવતા ઇલેક્ટ્રિક પોલ સાથે પસાર કરવામાં આવતા હેવી લાઇનો સામે અપૂરતું વળતર વગેરે મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી.
જન જાગૃતિ સેવા કેન્દ્રના આ કાર્યક્રમમાં આરટીઆઇ એકટીવિસ્ટો પર થઇ રહેલા હુમલા અને ભ્રષ્ટાચાર છુપાવવા જવાબદાર અધિકારીઓ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫નો સરેઆમ થઈ રહેલા ભંગ અંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને રાજ્યપાલશ્રીનો સમય લઇ જન જાગૃતિ સેવા કેન્દ્રના પ્રતિનિધિ મંડળે રૂબરૂ મળવાનું નક્કી કરવામાં આવ્યું.
જન જાગૃતિ સેવા કેન્દ્રની હવે પછીની મિટિંગ ગુજરાતના જુદા જુદા સ્થળોએ રાખવા સાથે એક મહા સંમેલન બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં ગુજરાતના અગ્રણી આરટીઆઇ એકટીવિસ્ટશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું વિશેષ સન્માન રાખવામાં આવેલ પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તેઓ હાજર રહી ન શકતા તેમના વતી શ્રી જયંતિભાઈ આહીરે સન્માનનો સ્વીકાર કરેલ. કાર્યક્રમને અંતે સ્વરૂચી ભોજનનું આયોજન હોય સૌએ સાથે ભોજન લઇ ફરીથી મળવાના ઇરાદા સાથે સૌ છુટા પડ્યા.
જયંતિભાઈ આહીર ગુજરાત પ્રવાસી ન્યૂઝ