અખબારી યાદી તા. ૧૮-૭-૨૦૨૪
આજરોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકરો સાથે ગુજરાત માં કથળતી શિક્ષણ વ્યવસ્થા સામે હલ્લાબોલ કરવામાં આવ્યોહતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તાશ્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયાના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનો ભવ્ય ઇતિહાસ અને વારસા હતો ત્યારે હાલની યુનિવર્સિટીની હાલત દુઃખદ અને ગંભીર છે. ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા બે દશક થી આર્ટસ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ અંગ્રેજી માધ્યમમાં ગ્રાન્ટ ઇન એડમાં માત્ર ૪૦૦ બેઠક છે જ્યારે કુલ બેઠક ૧૪૫૦૦ છે જે ટકાવારીમાં માત્ર ૨.૭૫% થાય છે. ૧૯૯૮ના વર્ષ બાદ એક પણ નવી ગ્રાન્ટ ઈન એડ સંસ્થાને મંજૂરી મળેલ નથી ત્યારે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ભણવાનો અધિકાર જ ના હોય તેમ પરિસ્થિતિ ઊભી થઈ ગયી છે. તેથી અંગ્રેજી માધ્યમની સ્નાતકની બેઠકમાં વધારો માંગવામાં આવ્યો હતો. પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ આવશે તો શું તેમને ભણવાનો અધિકાર ના હોય તેવી પરિસ્થિતિ ઊભી થશે તો શું ? જે વિષય માં વધુ ડિમાન્ડમાં હોય ત્યાં સીટો વધારવાની માંગ મૂકવામાં આવી હતી.
GCAS મુદ્દે સરકાર અને તંત્રને ઘેરતા, સવાલ કર્યા હતા કે આ પોર્ટલ જાણે ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવવા માંગતા હોય તેવું હોય લાગે છે. પોર્ટલના લીધે જે પ્રમાણે પ્રવેશના ધાંધિયા થયા છે તેના લીધે ગરીબ મધ્યમ વર્ગના પરિવારોએ ખાનગી યુનિવર્સિટીમાં ઊંચી ફીમાં બાળકોને ભણાવવા મજબૂર થયા છે. આજે ઊંચા મેરીટવાળા અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે તેની માહિતી વેબસાઈટ પર મૂકવા માંગ કરી હતી અને અનામતની બેઠકમાં વ્યવસ્થિત અમલીકરણ થયું છે કે નહિ તેની તપાસ થવી જોઈએ અને તે બેઠકોની માહિતી વેબસાઈટ પર મૂકવી જોઈએ તેવી માંગ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કક્ષાએ જ્યાં જરૂર હોય તેવા ડિપાર્ટમેન્ટમાં સંખ્યા વધારવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે તેના વિરુદ્ધમાં વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીના પટાંગણમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો ત્યારબાદ કુલપતિ કાર્યાલયની બહાર રામધૂન બોલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓની માંગ સ્વિકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રવિણસિંહ વણોલ, ગૌરાંગ મકવાણા, ચિરાગ દરજી, વિક્રમસિંહ ગોહિલ, વિજયસિંહ રાજપુત, રવિ રાજપુત, અંકિત વાઘેલા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી આગેવાનો તથા વિદ્યાર્થી નેતાઓ સહિતના એન.એસ.યુ.આઈ. કાર્યકર્તાઓ જોડાયા હતા.
(પાર્થિવરાજસિંહ કઠવાડીયા)
પ્રવક્તા, મો. 9898134146
1 Comment
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?