અમરેલીમાં બે દિવસ પહેલા ભાજપની અંદરો અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે. આજે આ ઘટના પર આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું, તે જ રીતે 6,000 કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે સાંઢ-ગાંઠ રાખનાર ભુપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે.આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વરાછાના મીની હીરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢીને ભુપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, કોર્પોરેટરો મહેશભાઈ અણઘણ, વિપુલભાઈ સુહાગીયા, કુંદનબેન કોઠીયા, સેજલબેન માલવિયા, મહિલા પ્રમુખ નીતાબેન પટેલ, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજ તાયદે, સુરેશ માલવિયા, હરેશભાઇ કોઠિયા, મુમતાઝ મુલતાની, ગીતાબેન લીંબાસીયા સહીતના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ઘર્ષણમાં એક નગરસેવિકા બેનને ઈજા થતા એમને હોસ્પિટલમાં લઈ ગયા છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
2 Comments
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me. https://www.binance.info/uk-UA/register-person?ref=W0BCQMF1
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.