શહેરા તાલુકો (પંચમહાલ):
શહેરા તાલુકાના તાડવા ગામ ખાતે ચારણ હાજાભાઈ નાનાભાઈ (ટપુભાઈ) ના સુપુત્ર શ્રી વિજયભાઈ હાજાભાઈ ચારણ ના શુભ લગ્ન પ્રસંગે ગામમાં આનંદ અને ઉત્સાહનું માહોલ જોવા મળ્યો. આ શુભ અવસરે શહેરા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબે ખાસ હાજરી આપી અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા.


લગ્ન સમારોહમાં ચારણ સમાજના આગેવાનો, વડીલો તથા યુવાવર્ગ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યશ્રીના આગમનથી કાર્યક્રમમાં વિશેષ ઉલ્લાસ જોવા મળ્યો. તેમણે પરિવારજનો સાથે સૌજન્ય મુલાકાત કરી અને લગ્ન પ્રસંગની ખુશીમાં સહભાગી બન્યા.
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબે આ પ્રસંગે જણાવ્યું કે લગ્ન જેવા સામાજિક કાર્યક્રમો સમાજમાં એકતા, પરંપરા અને સંસ્કૃતિને મજબૂત બનાવે છે. તેમણે ચારણ સમાજની સામાજિક એકતા અને સહકારની ભાવનાની પ્રશંસા કરી અને નવદંપતીના સુખમય, સમૃદ્ધ અને સફળ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી.

આ અવસરે ચારણ સમાજના આગેવાનોએ પણ ધારાસભ્યશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને વિસ્તારના વિકાસ માટે સતત સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીના કાર્યકર્તાશ્રીઓ, ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનોની પણ નોંધપાત્ર હાજરી રહી.
લગ્ન પ્રસંગે પરંપરાગત રીતિ-રિવાજો, સંગીત અને મિલનસાર માહોલ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.
રિપોર્ટ: વનરાજ રાવલ
ચેનલ: ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ


1 Comment
Those are yours alright! . We at least need to get these people stealing images to start blogging! They probably just did a image search and grabbed them. They look good though!