અમદાવાદ,ગુજરાત આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં પોતાના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા માટે ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે. હાલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સહપ્રભારી દુર્ગેશ પાઠક સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના પ્રવાસ કરી રહ્યા છે. સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને સહપ્રભારી દુર્ગેશ પાઠકે ગતરોજ સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ મિટિંગમાં હાજરી આપી હતી. સુરેન્દ્રનગર ખાતે આયોજિત મિટિંગમાં ઝોન ઓબ્ઝર્વર દિનેશ મોહનિયા અને પવન શર્મા, મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ અને ઝોન પ્રભારી ડૉ. જ્વેલબેન વસરા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.


ત્યારબાદ ભાવનગરમાં આયોજિત મિટિંગમાં ઝોન ઓબ્ઝર્વર પ્રદીપ લોહાણ અને પ્રકાશ ઝા અને ઝોન પ્રભારી રાજુભાઈ બોરખતરીયા સહિત મોટી સંખ્યામાં સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સહપ્રભારી દુર્ગેશ પાઠકે આવનારી મહાનગરપાલિકા અને વિધાનસભા ચૂંટણી માટે મહત્વપૂર્ણ રણનીતિઓ પર ચર્ચા કરી અને સંગઠનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર તમામ હોદ્દેદારોને જરૂરી દિશા નિર્દેશ આપ્યા. હાલ આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર અને ભાવનગરમાં પણ ખૂબ જ મજબૂત રીતે સંગઠન બનાવી રહી છે તેને જોઈને બંને પ્રભારીઓએ સંગઠનની કામગીરીને બિરદાવી અને તમામ લોકોને મજબૂત કામ કરતા રહેવા માટે પ્રોત્સાહન આપ્યું.
સમાચાર ગુજરાત પ્રવાસી ન્યૂઝ


2 Comments
F88bongda! Now we’re talkin’ football. Is it good for betting on the matches? Gotta get in on the action. Let’s go! Check f88bongda for the latest!
Youre so cool! I dont suppose Ive read something like this before. So nice to find someone with some authentic thoughts on this subject. realy thank you for beginning this up. this website is something that is wanted on the web, somebody with a bit originality. helpful job for bringing one thing new to the internet!