અમદાવાદ.ગુજરાત
વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની પ્રચાર યાત્રાએ હવે તેજી પકડી છે. આજે શોભાવડલા ગિર અને બરડીયા ગામે થયેલી મુલાકાતો દરમિયાન તેમણે ખેડૂતો અને યુવાનોના મુદ્દાની સાથે સાથે સ્થાનિક મુદ્દાઓ ઉપર લોકો સાથે ઊંડો સંવાદ સાધ્યો. તેમણે ખેડૂતવર્ગ અને યુવાનોના સહિત તમામ લોકોના પ્રશ્નોને સાંભળ્યા અને સંકલ્પ વ્યક્ત કર્યો કે “વિસાવદરના પ્રશ્નો હવે વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે” આ સાથે જ તેમના વચનને ગ્રામજનોનુ વ્યાપક સમર્થન મળ્યું. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ આ મુલાકાતો દરમિયાન જોડાયા હતા.
AAP નેતા ગોપાલ ઇટાલિયાની કાર્યપદ્ધતિ રાજકારણમાં એક નવા પ્રકારના જન-કેન્દ્રિત અભિગમને રજૂ કરે છે. તેમણે છેલ્લા થોડા સમયથી વિસાવદરના દરેક ખૂણામાં પહોંચી, સમાજના દરેક વર્ગના પ્રશ્નોને સાંભળ્યા છે. ખાસ કરીને ખેડૂત હિત, બેરોજગારી અને વિકાસના મુદ્દાઓ ઉપર તેમની સ્પષ્ટ, મક્કમ અને સંવેદનશીલ વચનબદ્ધતા જણાઈ રહી છે. ગામેગામ ઉઠતા નારા – “ગોપાલ બોલશે, વિધાનસભા ડોલશે” અને “ગોપાલ ઇટાલિયા ડરશે નહીં, લડશે” એ સાબિત કરે છે કે સ્થાનિક જનતામાં હવે તેમને માત્ર ઉમેદવાર તરીકે નહિ, પરંતુ ન્યાય માટે લડતો પ્રતિનિધિ તરીકે જોવામાં આવી રહ્યા છે. આમ, વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો ગ્રાફ તેજીથી ઊંચો જઈ રહ્યો છે – અને આપમેળે પ્રદેશ રાજકારણમાં મજબૂત સંકેતો જઈ રહ્યાં છે.
સમાચાર ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
2 Comments
Hey! I know this is kinda off topic however , I’d figured I’d ask. Would you be interested in exchanging links or maybe guest writing a blog post or vice-versa? My site discusses a lot of the same subjects as yours and I think we could greatly benefit from each other. If you happen to be interested feel free to shoot me an e-mail. I look forward to hearing from you! Wonderful blog by the way!
you are truly a good webmaster. The website loading velocity is incredible. It sort of feels that you’re doing any unique trick. Furthermore, The contents are masterpiece. you’ve done a fantastic task in this subject!