મહીસાગર:
મહીસાગર જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં આવતા વિવિધ તાલુકાઓના હોદેદારો અને કાર્યકરોને પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ના દર્શન કરવાનો ધાર્મિક અને આત્મિક લ્હાવો પ્રાપ્ત થયો. ભક્તિભાવથી ભરપૂર દર્શનાર્થીઓના જથ્થાને લુણાવાડા ચારકોશિયા નાકાથી સોમનાથ મંદિર તરફ રવાના કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી દશરથભાઈએ કાર્યકરો સાથે આત્મીય મુલાકાત લઈ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવના દર્શનથી કાર્યકરોમાં આત્મિક શક્તિ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા તથા સેવા ભાવનામાં વધારો થાય છે. સાથે જ તેમણે સૌને સુખદ, સુરક્ષિત અને મંગળમય યાત્રાની શુભકામનાઓ આપી હતી.
આ યાત્રા અવસરે પ્રદેશ સંગઠન મંત્રી શ્રીમતી મુક્તિબેન જોષી, જિલ્લા ઈન્ચાર્જ હરીશભાઈ પટેલ, સહ-ઈન્ચાર્જ તેજસભાઈ શાહ, સહ-ઈન્ચાર્જ કમલેશભાઈ પાદરીયા, મંદિરના જિલ્લા ઈન્ચાર્જ રુસીરાજભાઈ પંડ્યા, જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, હિમાંશુ શાહ, પ્રમુખ અતુલભાઈ પટેલ, દિવ્યાંગભાઈ દરજી, હિંમતસિંહ બારીયા, હિતેશભાઈ પ્રજાપતિ સહિત અનેક કાર્યકરો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી ના અનુશાસિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ભક્તિ, એકતા અને સંગઠનના ભાવ સાથે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો.
રિપોર્ટ / ચેનલ હેડ: વનરાજ રાવલ
વિસ્તાર: પંચમહાલ – મહીસાગર – દાહોદ

