પ્રેસનોટ: 683
આમ આદમી પાર્ટી
તારીખ: 06/09/2024
અમદાવાદ ગુજરાત આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે ડેડીયાપાડાના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ ડેડીયાપાડા અને સાગબારાના લોકહિતના મુદ્દાઓ ઉપર ખૂબ જ સકારાત્મક ચર્ચાઓ થઈ છે. ડેડીયાપાડાના સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટરમાં છેલ્લા એક વર્ષથી એક્સ રે સહિતના સાધનો પડતર હાલતમાં છે, તેના ટેકનિશિયન નથી. માટે ટેકનીશીયનની ભરતી કરવામાં આવે તેવી માંગ છે. સાથે સાથે સોનોગ્રાફી સહિતની તમામ પ્રકારની સુવિધા ડેડીયાપાડામાં મળે તેની વાત થાય છે. સાથે સાથે આધાર સેવા કેન્દ્ર કાર્યરત થાય તેની પણ માંગણી કરી છે. કારણ કે આધાર માટે કેટલાક સમયથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે.
સાથે સાથે હમણાં બીપીએલમાંથી વિભાજીત થઈને એપીએલમાં ગયા છે. સરકારે જે આવક વધારા 2,50,000 વધારી છે તો એપીએલમાં ગયેલા લોકોને ફરીથી બીપીએલમાં સમાવેશ કરવામાં આવે તેની પણ વાત કરી છે. ડેડીયાપાડાથી સાગબારાના જે પણ રસ્તાઓ છે, તેમાં ખૂબ જ ખાડા પડી ગયા છે તો તે ખાડા પૂરવામાં આવે તેની પણ વાત થઈ છે. સાથે સાથે આ જ વિસ્તારમાં આરટીઓ ઊભું કરવામાં આવે તેવી વાત થઈ છે. આંગણવાડીની બહેનો અને સુપરવાઇઝરોને સૂચનો કર્યા છે કે, જે પ્રકારનું મેનુ હોય તે પ્રકારના ગરમ નાસ્તાની ફ્રુટ અને લીલા શાકભાજી આંગણવાડીના બાળકોને અને સગર્ભા માતાઓને મળવા જોઈએ. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં જેટકો દ્વારા ડેડીયાપાડા તાલુકાના પાડવામાં આવે અને એમાં કઈ કઈ એજન્સીઓને ટેન્ડર આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરવામાં આવી અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવવાની વાત કરવામાં આવી. યાલનો બ્રીજ તૂટી ગયો છે, બ્રિજને બનાવવામાં આવે અને બ્રિજ બને ત્યાં સુધી એક ટેમ્પરરી રસ્તો પણ બનાવે તેની પણ વાત થાય છે. આ તમામ બાબતો પર અધિકારીઓએ સહમતિ દર્શાવી છે અને તમામ સુવિધાઓ ટૂંક સમયમાં આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી તેમણે સંમતિ બતાવી છે.
ભરૂચથી નેત્રંગ જતા ફક્ત 70 કિલોમીટરના રસ્તામાં ત્રણ કલાકનો સમય જાય છે, અંકલેશ્વર ભરૂચનો રોડ હોય, ઝઘડિયાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ હોય, દહેજ બાયપાસનો રોડ હોય, આ તમામ રોડના કારણે જાણે પૂરો વિસ્તાર ખાડાનગરી બની ગયો હોય કેવું લાગી રહ્યું છે. રોજ રોજ આ બધા રોડ પર ખૂબ જ એક્સિડન્ટ થઈ રહ્યા છે. આવનાર મંગળવારના રોજ હું ભરૂચ ખાતે અમે રસ્તા રોકો આંદોલન કરીશું. જિલ્લા માર્ગ મકાન વિભાગ, સ્ટેટ અને નેશનલ હાઇવેના ઓફિસનો ઘેરાવ કરીશું અને કલેક્ટરને પણ રજૂઆત કરીશું. માટે સમગ્ર મીડિયા મિત્રોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરું છું.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
3 Comments
You need to take part in a contest for among the best blogs on the web. I will advocate this website!
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.