નરોડા બસ સ્ટોપ ના ડસ્ટબીન માં નવજાત બાળકી મળી આવી – માતાની મમતા શર્મશાર : ઘરે આયા” દ્વારા પ્રસુતિ નો મામલો સામે આવ્યો છે |
(અશ્વની અગ્રવાલ )
આધ્યાત્મિક રાષ્ટ્ર માં નાની દીકરીની પૂજા કરવામાં આવે છે, નારીને નારાયણી માનવામાં આવે છે , આજની પેઢી ના કૌશલ્ય ને ધ્યાનમાં રાખી સરકાર ભ્રૂણહત્યા રોકવા કડક કાયદાની જોગવાઈ કરી છે | ” બેટી બચાવો બેટી પઢાવોના ” સતત કાર્યક્રમો ના મેસેજ થી રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનું યોગદાન ની નોંધ લેવા પ્રયાસ કરે છે , છતાં કેટલાક પરિવારો સામાજિક ડર થી નવજાત જન્મેલ સંતાનો દીકરી તરછોડી દેવા ના બનાવો સામે આવી રહ્યા છે | વિશ્વની સૌથી મોટી યોદ્ધા એ જ માતાએ પોતાની પુત્રી સાથે આવું અકલ્પ્ય કૃત્ય આચરતા નવજાત જન્મેલ બાળકને નરોડા બસ સ્ટોપ ખાતે શનિવારે સાંજે ડસ્ટબીન માં ફેંકી દીધી છે |
નવજાત બેબી ને ડસ્ટબીન મા રડતા જોઈ સ્થાનીય ગોવિંદ નામના યુવકે ૧૦૮ ને સુચના આપતા ધટના સ્થળે ટીમ પહોંચી ગઈ હતી
નરોડા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ એ ડસ્ટબીન કચરાના ઢગલા માં એક બાળકીનો રડવાનો અવાજ સાંભળતા એક નવજાત બાળકી તેના શરીર પર ઊંડા ઘા સાથે નજર આવતા ,આજુબાજુ બસ સ્ટેન્ડ પર લોકોને ભેગા કરી પોલીસ સાથે મળીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અને આ ઘટનાની માહિતી આપતા | 108 ના કર્મચારીઓ તેમજ પોલીસે ઘટના સ્થળે જઈને બાળકીને ડસ્ટબીન થી બહાર કાઢી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર108 દ્વારા દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી | સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સોએ ટ્રોમા સેન્ટરમાં નવજાત બાળકીને સારવાર આપવાનું શરૂ કર્યું છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધી છે અને મામલાની તપાસ શરુ કરી છે |
આ ઘટના અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ રાકેશ જોશીને ફોન પર જણાવ્યું કે નવજાત બાળકી ને કચરાપેટીમાં ફેંકી દેવાથી મોં તેમજ પીઠ સહિત શરીર પર ગંભીર ઇજાઓ નિશાન સાથે દાખલ કરવામાં આવ્યું છે | બાળકની નાળ અને માતાની નાળ યોગ્ય રીતે કપાઈ ન હોવાથી ” ઘરે આયા” દ્વારા પ્રસુતિ નો મામલો સામે આવ્યો છે |
ડો.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, દેશના ભવિષ્ય સુરક્ષિત રાખવા માટે ઝુલા સિસ્ટમ ગુજરાતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા દેશમાં પ્રથમવાર શરૂ કરવામાં આવી છે | સામાજિક ડરના કારણે નવજાત શિશુને પોતાની પાસે રાખવા માંગતા નથી, તેઓ તેમની દીકરીને રસ્તા પર ફેંકવાના બદલે તેમને હોસ્પિટલ પહોંચાડવી જોઈએ અથવા કોઈ સામાજિક સંસ્થા આપી દેવી જોઈએ અને સામાજિક કલંક નો કોઈ ડર નથી ઓળખ છતી કરી શકાતી નથી |
અમદાવાદમાં સામાજિક કલંક ના ડરથી કે અન્ય કારણોસર નવજાત પુત્રને જન્મ પછી ડસ્ટબીન માં ફેંકી દેવાની ઘટનાથી માં ની મમતા શર્મશાર જણાય છે |
I’m not sure where you’re getting your information, but good topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for fantastic info I was looking for this info for my mission.
1 Comment
I’m not sure where you’re getting your information, but good topic. I needs to spend some time learning much more or understanding more. Thanks for fantastic info I was looking for this info for my mission.