અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બેવડા ધોરણો સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે, હાલમાં રોડ રસ્તાનાં સમારકામ માટે તેની પાસે પૈસા નથી. રોડ રસ્તા નવા બનાવવાની તો વાત છોડો પરંતુ કોર્પોરેશન પાસે હાલ ખાડા પુરવાના પણ પૈસા નથી. તેવામાં કોર્પોરેશન પોતાનાં તમામ ખર્ચાઓ શક્ય તેટલા ઘટાડીને કામકાજ કરી રહ્યું છે. તેવામાં હાલ રોડ રસ્તાની કાર્યવાહી કરવી શક્ય નથી. તેવું સોગંદનામું હાઇકોર્ટમાં દાખલ કર્યું હતું.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં બેવડા ધોરણો સામે આવ્યા છે. કોર્પોરેશન દ્વારા હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા જણાવ્યું હતું કે, હાલમાં રોડ રસ્તાનાં સમારકામ માટે તેની પાસે પૈસા નથી. રોડ રસ્તા નવા બનાવવાની તો વાત છોડો પરંતુ કોર્પોરેશન પાસે હાલ ખાડા પુરવાના પણ પૈસા નથી. તેવામાં કોર્પોરેશન પોતાનાં તમામ ખર્ચાઓ શક્ય તેટલા ઘટાડીને કામકાજ કરી રહ્યું છે. તેવામાં હાલ રોડ રસ્તાની કાર્યવાહી કરવી શક્ય નથી. તેવું સોગંદનામું હાઇકોર્ટમાં દાખલ કર્યું હતું.
9685 કરોડ રૂપિયાનું બજેટ ધરાવતા કોર્પોરેશન પાસે હાલ રોડમાં ખાડો પુરી શકાય તેટલા પણ પૈસા નથી. કોરોનાને કારણે તમામ નાણા વપરાઇ ચુક્યાં છે. જેથી નવા બજેટ બાદ જ રોડ રસ્તા રિપેર થઇ શકે તેમ જણાવ્યું હતું. જો કે આ જ કોર્પોરેશન પાસે પોતાનાં અધિકારી માટે VIP ગાડી ઇનોવા ક્રિસ્ટા કે જેની કિંમત 18-28 લાખ વચ્ચે છે તે ખરીદવાનાં પૈસા છે. જેના પરથી સ્પષ્ટતા થાય છે કે, ખાડાવાળા રસ્તાઓ પરથી પસાર થઇને જાહેર જનતાના મણકા ભલે ભાંગી જાય પરંતુ ખાડા નહી પુરાય, જો કે અધિકારીના પેટનું પાણી પણ ન હલવું જોઇએ તેવી વીઆઇપી ગાડી તેમના માટે તત્કાલ લાવી દેવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશનનાં આ બેવડા વલણના કારણે હાલ નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આગામી 9 ડિસેમ્બરે યોજાનારી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આ ઇનોવાની ખરીદીને ફાઇનલ મંજૂરી મળી જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં ખર્ચ ઘટાડવા જ હોય તો ગાડી ભાડે પણ લઇ શકાય આ ઉપરાંત મેયરનાં બંગલે 5 ગાડીઓ રિઝર્વ રાખવામાં આવી છે તેમાંથી પણ એક ગાડી અધિકારીને ફાળવી શકાય. આ ઉપરાંત કોર્પોરેશનના સેન્ટ્રલ વર્કશોપમાં પણ અનેક વાહનો પડેલા છે. જો કે પુરતા વાહન હોવા છતા કોર્પોરેશન અધિકારીઓને તેમની જિદ્દ પુરી કરવા માટે નવી નવી ગાડીઓના ખર્ચા કરે છે. જનતા ભલે ખાડાઓમાં પછડાઇ મરે પરંતુ અધિકારીઓને કંઇ જ ન થવું જોઇએ.
1 Comment
This was both amusing and educational! For those interested, visit: EXPLORE NOW. Looking forward to the discussion!