અમદાવાદ
અમદાવાદ શહેરના Airport Police Station વિસ્તારમાં જુગાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.ડી. નકુમના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા જાહેરમાં ગંજીપાનથી પૈસાની હારજીતનો જુગાર રમતા 5 આરોપીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
તા. 27/02/2026 ના રોજ રાત્રે આશરે 21:40 કલાકે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે અજય દેવીપુજકના ઘર પાછળ, રામાવાળા હાઉસિંગ, વણઝારાવાસ, ભાગત વિસ્તારના ખુલ્લા મેદાનમાં રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન આરોપી નં. 01 મુકેશભાઈ ચતુરભાઈ વાઘરી (ઉ.વ. 46, ધંધો – છૂટક મજૂરી, રહે. એપ્રોચના છપરા, એરપોર્ટ સર્કલ, સરદારનગર, અમદાવાદ) તથા અન્ય ચાર આરોપી –
1️⃣ રોશન દિનેશભાઈ વાઘરી (એપ્રોચના છપરા, એરપોર્ટ સર્કલ)
2️⃣ ધર્મેન્દ્ર રાજેન્દ્રભાઈ દંતાની (ભીલવાસ)
3️⃣ જતીન કિરીટભાઈ પરમાર (વણકર વાસ, સરદારનગર)
4️⃣ અમીરખાન પઠાણ (બંગલા એરિયા, હનુમાન કેમ્પ)
જાહેરમાં ગંજીપાનથી પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.
પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો –
-
રોકડ રૂ. 10,000/- (અંગઝડતીમાંથી)
-
દાવના રોકડા રૂ. 1,800/-
-
ગંજીપાનના પત્તા – 52 નંગ
કુલ મળીને રૂ. 11,800/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓ વિરુદ્ધ Airport Police Station ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી યથાવત્ રહેશે અને જાહેર સ્થળોએ જુગાર રમતા તત્વો સામે સખત પગલાં લેવાશે.
બ્યુરો રિપોર્ટ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

