મહીસાગર, ૧૮ ડિસેમ્બર — વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા લુણાવાડાના આઝાદ મેદાન ખાતે રાજ્યકક્ષાનો ‘સશક્ત નારી મેળા’ ભવ્ય રીતે યોજાયો. રાજ્યના આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી તેમજ મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી.સી. બરંડાના હસ્તે રિબિન કાપી મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું.


આ પ્રસંગે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા. મિશન મંગલમ યોજના હેઠળ કુલ ₹17.50 લાખની કેશ ક્રેડિટનું વિતરણ કરવામાં આવ્યું. સાથે જ મિશન મંગલમ અંતર્ગત કાર્યરત થનાર બેન્ક સખીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું.


મેળામાં મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે કુલ ૬૪ જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા હતા. પ્રભારી મંત્રીશ્રીએ તમામ સ્ટોલ્સની વ્યક્તિગત મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલી કૃતિઓ, હસ્તકલા અને ઉત્પાદનોની પ્રશંસા કરી હતી. તેમણે બહેનો સાથે સીધો સંવાદ સાધી તેમની આજીવિકા, ઉત્પાદન પ્રક્રિયા અને ભવિષ્યની યોજનાઓ અંગે માહિતી મેળવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.


કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન ખાંટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, અગ્રણી શ્રી દશરથભાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ‘સશક્ત નારી મેળા’ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા, સ્વરોજગારને પ્રોત્સાહન આપવા અને તેમની આર્થિક શક્તિમાં વધારો કરવા સરકારની પ્રતિબદ્ધતા સ્પષ્ટ રીતે જોવા મળી.
સ્થળ: લુણાવાડા
રિપોર્ટર: વનરાજ રાવલ
સંવાદદાતા: પંચમહાલ, મહીસાગર, દાહોદ


4 Comments
Things to do in Turkey Lily C. ★★★★★ Eco-conscious travelers: Their plastic-free policy is real! Refillable water stations everywhere. Carbon-neutral balloon flights too! https://www.dscc.lk/?p=2878
QQ88 mang đến không gian giải trí trực tuyến chuyên nghiệp với casino live, thể thao, bắn cá, slot nổ hũ và dịch vụ chăm sóc tận tâm.
Online telechargement 1xbet est une plateforme de paris sportifs en ligne. Championnats de football, cotes en direct et resultats sont disponibles. Page d’information sur le service et ses fonctionnalites pour les utilisateurs de la region.
why not try these out https://simpieswap.app/