આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ એક ગંભીર મુદ્દા પર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ઈસુદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજની કેશવનગર રામજીભાઈની ચાલીના આશરે 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યા છે. જાણવા મળ્યું છે કે આશરે 40 થી 50 વર્ષ જુના મકાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વગર તોડી પાડવામાં આવ્યા છે. આવા મનસ્વીપણે કરેલા કામના પરિણામે આશરે 650 થી 700 રહીશો, નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો નિરાધાર થઈ ગયા છે. આ પરિવારોને હાલ ફૂટપાથ પર રહેવાનો વારો આવ્યો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આવા પગલાઓના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે, જે ખૂબ જ નિંદનીય અને ચિંતાજનક બાબત છે. આ તમામ પીડિત લોકોની તથા આમ આદમી પાર્ટીની માંગણી છે કે આ તમામ પરિવારોને પ્રાથમિક જરૂરિયાતો મળી રહે, તેમ જ રહેવા માટે તાત્કાલિક ધોરણે બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. અમારી એ પણ માંગણી છે કે અસરકારક વ્યક્તિઓને પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે તે જ જગ્યા ઉપર નવા મકાનો પણ બાંધી આપવામાં આવે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાડજમાં 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા, તે મુદ્દા પર ‘આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો.
નવા વાડજની કેશવનગર ચાલીના આશરે 150 જેટલા મકાનો ગેરકાયદેસર રીતે તોડી નાખવામાં આવ્યા છે
1 Comment
Loved this article! It’s both insightful and entertaining. For more, check out: EXPLORE FURTHER. What are your thoughts?