અમદાવાદ”સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત” સંસ્થા દ્વારા • “તારીખ : 04-01-2025, શનિવારે – સાંજે 7.00 થી 9.00 કલાકે • સ્થળ : ગ્વાલીયા સ્વીટ સામેની કોર્નર ફૂટપાથ પાસે, 4ડી સ્કવેર મોલ, PVR સિનેમા પાસે, નોર્થ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે, વિસત-ગાંધીનગર હાઇવે, મોટેરા-ચાંદખેડા, અમદાવાદ ખાતે “અતુલ સુભાષ”ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને કાળા કાયદા નાબૂદ કરો-498ક કાયદામાં સુધારો લાવવા માટેની ન્યાયની લડત માટે 4-ડી સ્કવેર મોલ થી ડી-માર્ટ મોલ સુધી કેન્ડલ માર્ચ-રેલી યોજીને અને ” (લગ્નના શહીદો માટે બે મિનિટ્સનું મૌન પાળીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
, માનવ અધિકારના મુદ્દા પર સમાજમાં એકતા, સહાનુભૂતિ લાવવા અને દેશમાં પક્ષપાતી કાયદાનો ભોગ બનેલા સેંકડો શહીદોની યાદમાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરેલ. હાલમાં 498-ક અને ઘરેલુ હિંસાના કોર્ટ કેસોમાં કાયદાના દુરુપયોગ અંગે ઉચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતે પણ ઘણા મહત્વના નિર્ણયો કરેલ છે. તેમજ સને 2022 NCRBના અહેવાલ મુજબ દર વર્ષે 1,22,724 જેટલા પુરુષો આત્મહત્યા કરવા મજબુર બનેલ છે. જે સ્પષ્ટ સૂચિત કરે છે કે, હાલના આધુનિક યુગમાં મહિલાઓ કરતાં પુરુષોની હાલત ખુબ જ દયનીય છે…
આ ઉપરાંત અમારા કાર્યક્રમના માધ્યમથી આપણા દેશમાં વુમન કમિશન, એનિમલ કમિશન, ટ્રી કમિશન વગેરે કમિશનની જેમ – માનવ અધિકારના યોગ્ય જતન ખાતર પુરુષો માટે પણ “પુરુષ આયોગ” બનાવવામાં આવે તેવી અમારી સંસ્થાની સરકાર પાસે ખાસ માંગણી છે.
આ કાર્યક્રમમાં અમારી સંસ્થાના ઘણા બધા સ્વયંસેવકો (30-40 જેટલાં) ભાગ લીધો હતો. આવા માનવતાવાદી સામાજિક કાર્યક્રમ યોજાયો.
અમદાવાદ ખાતેના આ માનવતાવાદી સામાજિક જાગૃતિ કાર્યક્રમનો અહેવાલ
1 Comment
Save men’s save country