Author: Gujarat Pravasi News

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કહ્યું- વિપુલ ચૌધરીને ફસાવવાનું સરકારનું આયોજન હોઈ શકે દુધસાગર ડેરીના સાગર દાણ કેસ મામલે કોર્ટના સમન્સ બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડીયાએ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં એન્ટ્રી અંગેના સંકેતો આપ્યા હતા. તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ અને બાપુ સતત સંપર્કમાં છે અને તમારી આતુરતાનો ટૂંક સમયમાં જ અંત આવશે તેમ જણાવ્યું હતું. મોઢવાડીયાના કહેવા પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ બાપુ કોંગ્રેસમાં જોડાય તેવી લાગણી ધરાવે છે. બાદમાં શંકરસિંહે કોંગ્રેસમાં સામેલ થવા અંગે કરવામાં આવેલા સવાલના જવાબમાં મોઢવાડીયાએ કહ્યું…

Read More

ગુજરાત વિધામસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં વિવિધ રાજકીય પાર્ટી દ્વારા દ્વારા જોડતોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે.કૉંગ્રેસની હાલત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કફોડી જોવા મળી રહી છે.વિસાવદરના ધારાસભ્યના રાજીનામાં બાદ ખેડા અને બાલાસિનોર જિલ્લા પંચાયત સદસ્ય તેમજ પૂર્વ પ્રમુખે કૉંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા જનતાને દશેરાની શુભકામના પાઠવતાની સાથે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા કે આજના દિવસે ભગવાન રામે અહંકારી રાવણ નાશ કરી અસત્ય પર સત્યનો વિજય થયો હતો.તેવી રીતે આજના સમયમાં લોકો આશા સાથે કેજરીવાલ રાવણ રૂપી ભાજપ સરકાર અહંકાર તોડવા આવ્યા છે. ગુજરાતની જનતા પણ હવે ગુજરાતમાં પરિવર્તન માંગી રહી…

Read More

AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમના ત્રણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. આ ત્રણ ઉમેદવારોમાં એક હિન્દુ ઉમેદવાર પણ છે. ઓવૈસીએ દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી કૌશિકા બેન પરમાર નામની મહિલાને તેમના પક્ષના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં હિન્દુ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કૌશિકા બેન પરમારની સાથે જ AIMIMના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાનમાં ગુજરાત AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાને જમાલપુર-ખાડિયા વિધાનસભાની ટિકીટ આપી છે. કોંગ્રેસ પક્ષના ઈમરાન ખેડાવાલા હાલમાં અમદાવાદના છેવાડે આવેલી આ બેઠક પરથી ધારાસભ્ય છે. મુસ્લિમ-દલિત બહુમતીવાળી આ બેઠક પર સાબિર કાબલીવાલાને ટિકિટ આપવી ઓવૈસીની પાર્ટી માટે ફાયદાકારક…

Read More

ભલે વિજ્ઞાન પુન:જન્મની વાતને સ્વીકારતુ નથી, પણ જીવનમાં ક્યારેક ક્યારેક એવી કહાનીઓ સામે આવે છે, જેના પર ન ઈચ્છતા હોવા છતા પણ વિશ્વાસ કરવો પડે છે. આવી જ એક પુન:જન્મની ઘટના રાજસ્થાનનાં ઝાલાવાડના ખજુરી ગામે એ સમયે સામે આવી જ્યારે અહીં એક પરિવારનાં 3 વર્ષનો પુત્ર મોહિતે પોતાનું નામ તોરણ જણાવ્યું અને મૃત્યુનું કારણ પણ જણાવ્યું હતુ. પહેલા તો પરિવારજનોને આ વાત પર વિશ્વાસ ન આવ્યો. ત્યારબાદ તેમણે તેની તપાસ કરી અને મૃતક તોરણના માતા-પિતા, સહિત સગા-સંબંધીઓ સાથે તેનો પરિચય કરાવ્યો હતો, ત્યારે પરિવારજનોની સાથે વિસ્તારના લોકોમાં પણ બાળકનો આ દાવો ચર્ચાનો વિષય બન્યો હતો. મોહિતના પિતા આોકાર લાલ મેહરે…

Read More

વૈષ્ણોદેવી મંદિર નજીક ભાગદોડમાં રાજપીપળાનો જોષી પરિવાર ફસાયો હતો ભાગદોડમાં વિખૂટો પડી ગયેલો પરિવાર એક કલાક બાદ મળ્યો, તમામ હેમખેમ જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિર નજીક મોડી રાત્રે જવા-આવવાની બે લાઈનો ભેગી થઈ જતાં નાસભાગ મચી હતી. નાસભાગમાં નીચે પડી ગયા એ દબાયા, કચડાયા અને જેને કારણે 12 શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતા. આ ઘટનામાં રાજપીપળાનો જોષી પરિવાર પણ અટવાયો હતો. એમાં પરિવારના 6 સભ્ય પણ ફસાયા હતા. જોકે સદનસીબે તમામ પરિવારના સભ્યોનો હેમખેમ બચાવ થયો હતો. જોષી પરિવારના મનાલીબેને જણાવ્યું હતું કે અમારી નજરો આગળ ભગદોડમાં મૃત્યુ પામેલા 12થી વધુ લોકોને ઊંચકી લઈ જતા જોયા, હજુ દૃશ્યો…

Read More