Author: Gujarat Pravasi News

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ AAPના દેશભરના તમામ જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનમાં તેમણે રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે, તે આમ આદમી પાર્ટીને કચડવા માટે કામ કરી રહી છે અને તેમને ગુજરાતમાં હારવાનો ડર લાગી રહ્યો છે. આ સાથે જ કેજરીવાલે વડાપ્રધાન કાર્યાલયમાં સંચાર અને આઈટી પ્રમુખ હિરેન જોશી પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા હતા. કેજરીવાલ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, વડાપ્રધાન મોદીના સલાહકાર અને PMOમાં OSD એવા હિરેન જોશી ગુજરાતની અનેક સમાચાર ચેનલ્સના માલિકો…

Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રી પર્વ પર ગુજરાતની મુલાકાતે આવવાના છે. વડાપ્રધાન મોદી તા. 29 અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. ત્યારે 30મી સપ્ટેમ્બરના રોજ તેઓ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. હેલ્મેટ સર્કલ પાસેથી વડાપ્રધાન દ્વારા ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે. ઉપરાંત થલતેજમાં દૂરદર્શન પાસેના ગ્રાઉન્ડમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના કોરિડોર પર મેટ્રો ટ્રેનની શરૂઆત કરાવવાના છે અને તેઓ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરે તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન…

Read More

ઈશરત જહા એન્કાઉન્ટરની તપાસમાં CBIની મદદ કરનારા ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ ચંદ્ર વર્માને બરતરફ કરવાના કેન્દ્ર સરકારના આદેશને સુપ્રીમ કોર્ટે એક સપ્તાહ સુધી સ્થગિત કર્યો છે. આ દરમિયાન સતીશ વર્માને બરતરફીના આદેશ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવાની પણ મંજૂરી આપી છે. જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયની પીઠે નિર્દેશ આપ્યો કે, વર્માએ બરતરફીના આદેશને પડકારતી દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ રિટ પિટિશનમાં સુધારો કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ. તે હાઈકોર્ટ માટે છે કે, તે આ સવાલ પર વિચારલ કરે કે શું શિસ્ત સત્તા દ્વારા પસાર કરાયેલા આદેશના અમલીકરણ પર સ્ટે મૂકવાનો આદેશ એક સપ્તાહના સમયગાળાથી વધુ રાખવો જોઈએ.…

Read More

ગોમતીપુર પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શહેરના ગોમતીપુર વિસ્તારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગજરા કોલોનીની બહાર બેઠેલા લોકો પર 4 શખસોએ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર હિતેશ નામના યુવકે છોડાવવા વચ્ચે પડતાં 4માંથી એક જણાએ રિવોલ્વરથી ફાયરિંગ કરતાં તેને લમણે ગોળી વાગી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેનું મોત નીપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે ગોમતીપુર પોલીસે ગુનામાં સામેલ મહેશ ઉર્ફે સુલતાન, ધમો અને બે અજાણ્યા શખસો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશાલ…

Read More

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે વિપક્ષને એક કરવામાં લાગેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. ખુદને પીએમ પદના ઉમેદવાર ન ગણાવનારા નીતિશ કુમારે કહ્યુ કે જાે કેન્દ્રમાં અમે સરકાર બનાવીશું તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે આપીશું. સીએમ નીતિશે પટનામાં પત્રકારોના એક સવાલના જવાબમાં આ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું, ‘જાે અમને (બિન-ભાજપ દળ) કેન્દ્રમાં આગામી સરકાર બનાવવાની તક મળે છે તો બધા પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે આપવામાં આવશે. એવું કોઈ કારણ નથી કે આ ન કરી શકાય.’ નીતિશ કુમારે કહ્યુ કે, જાે અમે (વિપક્ષ) આગામી વખતે (કેન્દ્રમાં) સરકાર બનાવીએ તો અમે પછાત રાજ્યોને વિશેષ રાજ્યનો દરજ્જાે…

Read More

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં એક રેલીને સંબોધિત કરતા લોટની કિંમત પ્રતિ કિલોની જગ્યાએ પ્રતિ લીટરમાં જણાવી હતી, ત્યારબાદ ભાજપે તેમના પર નિશાન સાધ્યું હતું. તેના જવાબમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપના નેતાઓના ઘણા આવા નિવેદનોનો વીડિયો ટ્‌વીટ કર્યો, જેમાં ભાજપના નેતાઓ ભાષણ આપતા સમયે કોઈ ભૂલ કરે છે. હવે આવું પાકિસ્તાનમાં જાેવા મળ્યું છે. અહીં કોઈ અન્ય નહીં પરંતુ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન લોટની લીટરમાં ગણતરી કરે છે અને હવે તેમના ભાષણની ક્લિપ વાયરલ થઈ રહી છે. વાયરલ ક્લીપમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇમરાન ખાને લોટ માટે લીટરનો પ્રયોગ કર્યો છે. આ કથિત ક્લિપમાં ઇમરાન ખાનને કહેતા સાંભળી…

Read More

હાલો અંગદાન કરવાનો સંકલ્પ કરીએ…..કોઈ નો જીવ બચે એવું કામ કરીએ…અંગદાનનો ગરબો લૉન્ચ કરાયો ગૃહ, રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અંગદાનનો ગરબો લૉન્ચ કરવામાં આવ્યો હતો. રાજ્ય મંત્રી મૂકેશભાઈ પટેલ અને અંગદાનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ (દાદા) પણ આ ક્ષણે જોડાયા હતા. રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીએ આ પ્રસંગે જણાવ્યું કે, અંગદાનનો ગરબો લૉન્ચ થતાં આ વર્ષની નવરાત્રિમાં અંબાની ભક્તિ સામાજિક સેવાના સંકલ્પની શક્તિ પ્રદાન કરશે. અંગદાનની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ દાદા અને સરકારની અથાગ મહેનત, પરિશ્રમ અને પ્રયાસોથી આજે અંગદાનની કામગીરી સમગ્ર રાજ્યમાં વેગવંતી બની છે. મરણપથારીએ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા…

Read More

બીલીમોરા નજીકના ધોલાઈ મરીન પોલીસની બે દિવસીય દરિયાઈ સુરક્ષાને લઇ બીલીમોરા ધોલાઈ બંદરે સાગર સુરક્ષા કવચ અંતર્ગત દરિયાઈ ગતિવિધિઓ પર નજર રાખવા અને દરિયાઈ ગામોમાં સુરક્ષાને લઈ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં આઈબીના ઇનપુટને પગલે એકે-૪૭ અને આરડીએક્સના જથ્થા સાથે બે આતંકવાદી ઝડપાતા ચકચાર મચી હતી. જાેકે બાદમાં મોકડ્રિલ હોવાનું ખુલતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. દરિયાઈ સુરક્ષાને ચકાસવા અર્થે વખતોવખત દરિયાઈ સાગર સુરક્ષા કવચ હેઠળ દરિયાઈ સુરક્ષાની ચકાસણી હાથ ધરે છે. દરમિયાન સાંજે દરિયામાંથી બોટમાં સવાર બે આતંકી આવ્યા હોવાના ઇનપુટ આઈબીને મળ્યા હતા. આ સાથે જિલ્લા એસઓજી અને સ્થાનિક પોલીસ હરક્તમાં આવી હતી. જ્યાં એકે-૪૭ રાઇફલ, આરડીએક્ષના…

Read More

શું ઓડિશાના ‘સુપર ૩૦’ અજય બહાદુર સિંહ વિષે જાણો છો?…તો જાણો રસપ્રદ વાતો… બિહારના આનંદની માફક ગરીબ બાળકોને ભણાવીને એન્જીનિયર બનવા માટે કાબિલ બનાવનાર ‘સુપર ૩૦’ ને આખો દેશ ઓળખે છે. આનંદે સુપર ૩૦ નો પાયો બિહારના પૂર્વ ડીજીપી અભ્યાનંદ સાથે નાખ્યો હતો. અભ્યાનંદ અને આનંદના પહેલાં ખોલવામાં આવેલી સંસ્થાની માફક દેશમાં બીજી ઘણી સંસ્થાઓ છે, જે ગરીબ બાળકોને પરીક્ષાની તૈયારી કરાવે છે. તો જાણો એક સંસ્થા અને તેને શરૂ કરનાર વ્યક્તિ વિશે. ‘સુપર ૩૦’ થી પ્રેરિત એક પહેલની શરૂઆત ઓડિશામાં પણ થઇ છે. પરંતુ તેમાં એન્જીનિયરોના બદલે મેડિકલની તૈયારી કરાવવામાં આવે છે. ‘જિંદગી’ નામની આ પહેલ આર્થિક રૂપની નબળા…

Read More

અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આપેલા નિવેદન પર ઘેરાયા, ચૂંટણી પંચને રજૂઆત સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા ચૂંટણી પંચમાં રજૂઆત કરી દેશના ૫૬ પૂર્વ સનદી અધિકારીઓએ આમ આદમી પાર્ટીની રાજકીય માન્યતા રદ કરવા માટે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. રાજકોટમાં અરવિંદ કેજરીવાલે તાજેતરમાં કરેલી પ્રેસ કોન્ફરન્સના આધારે આ રજૂઆત કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલે સરકારી કર્મચારીઓને આમ આદમી પાર્ટી માટે કામ કરવા માટે નિવેદન આપ્યું હતું. આ નિવેદન સનદી સેવાઓના નિયમોના ભંગ સમાન હોવાની રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓએ માંગણી કરી છે કે ચૂંટણી બંધારણમાં અપાયેલા અધિકારોનો ઉપયોગ કરીને આમ આદમી પાર્ટી પર કડક કાર્યવાહી કરીને તેની માન્યતા…

Read More