ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, જેમના નેતૃત્વમાં ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો, જેમના નેતૃત્વમાં કાર્યકર્તાઓ જનસેવાકિય કાર્યોમાં મોખરે રહે છે તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી વિક્રમ સંવત 2080 ના નવા વર્ષે જિલ્લાના કાર્યકરોને મળી નવા વર્ષની શુભકામના પાઠની પ્રેરણાદાયક સંબોધનથી ઉર્જાનો સંચાર કરે છે ત્યારે આજે ઝાલાવાડની ઘીંગી ધરા પર વઢવાણ વિઘાનસભાના સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી કાર્યકર્તાઓને મળીને શુભકામના પાઠવી. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાક સરકારના નાયબ દંડક શ્રી જગદીશભાઇએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાન 100 કાર્યકર્તાઓ સાથે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, નવા વર્ષમાં નવા સંકલ્પોને પ્રાપ્ત કરવાની ઉર્જા મળે તેવી તક સૌને મળે તેવી શુભકામના.વઢવાણ બેઠક ભાજપનો ગઢ રહ્યો છે. પેજ કમિટિ બનાવવનો વિચાર મારો છે પણ તે કામને જમીન પર ઉતારવાનુ કામ કાર્યકર્તાઓએ કર્યુ છે જેના કારણે ગુજરાતના કાર્યકર્તાઓની ચર્ચાઓ આજે દેશભરમાં થઇ રહી છે. આ વખતે વિઘાનસભામાં આપણે 156 બેઠકો જીત્યા છીએ આ ઐતિહાસિક બેઠકોનો આંકડો પ્રાપ્ત કરવાનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને જાય છે કારણ કે તેમને જનતાનો વિશ્વાસ જીત્યો છે તેમના માટે કામ કર્યુ છે તેમજ બીજો શ્રેય આપણી જનતા જનતાર્દનને જાય છે અને પછી આપણા દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનો આભાર માનવો પડે કેમ કે તેમને સારી વ્યુહરચના ગોઠવી અને વિરોધીઓની હાર થઇ.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, મારા કાર્યકાળમાં ચૂંટાયેલા પ્રતિનિધીઓએ એક પણ કાર્યકર્તાનું અપમાન કર્યુ હોય તેની ફરિયાદ નથી આવી. વિઘાનસભામાં 156 બેઠકો મળી 20 બેઠકો આપણે જીતી શક્યા હોત પણ થોડાક માટે રહી ગયા. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરને ચૂંટણીમાં એક મત ઓછો મળે તો પણ તેને દુખ થાય છે આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. આવનાર લોકસભાની ચૂંટણીમાં વઢવાણ વિધાનસભામાં એક લાખની લીડ મળે તેવા પ્રયાસ કાર્યકર્તાઓ કરે અને લોકસભાની 26 બેઠકો પાંચ લાખના મતોથી જીતવાનો સંકલ્પ કાર્યકર્તાઓનો છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે . છેવાડાના મનવીના ઉત્થાન કરવા 180 જેટલી યોજનાઓ જાહેર કરી છે. મહિલાઓને લોકસભા અને વિઘાનસભામાં 33 ટકા અનામત અપાવવાની પહેલ કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક વર્ગના લોકો માટે યોજના જાહેર કરી દેશના વિકાસમાં દરેક વ્યક્તિ ભાગીદારી કરી શકે તે માટે પ્રયાસ કરે છે. આવો સૌ સાથે મળી આવનાર લોકસભામાં દરેક બેઠક પાંચ લાખના મતોથી જીતી સંકલ્પને પુર્ણ કરવા પ્રયાસ કરીએ.
સ્નેહ મિલન કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, જીલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ડૉ ભરતભાઈ બોઘરા, શ્રીમતી વર્ષાબેન દોશી, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે.પરમાર,સુરસાગર ડેરીના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જીલ્લા મહામંત્રીશ્રીઓ શ્રી જયેશભાઈ પટેલ, શ્રી ધીરુભાઈ સિંઘવ, શ્રી હાર્દિકભાઈ ટમાલીયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)
1 Comment
This article was a fantastic blend of information and insight. It really got me thinking. Let’s dive deeper into this topic. Click on my nickname for more thought-provoking content!