લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં પીએમ મોદીએ નોટબંધી, ખોટી જીએસટી લાગુ કરીને અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને સમર્થન આપીને રોજગાર સર્જન પ્રણાલીમાં ઘટાડો કર્યો છે. પહેલું કામ ફરી એકવાર રોજગારને મજબૂત કરવાનું છે,
આ માટે અમે અમારા મેનિફેસ્ટોમાં ૨૩ વિચારો આપ્યા છે, એક વિચાર ક્રાંતિકારી વિચાર છે – એપ્રેન્ટિસશિપનો અધિકાર. કોંગ્રેસ પક્ષએ નિર્ણય કર્યો છે કે સ્નાતકો અને ડિપ્લોમા ધારકોને એપ્રેન્ટિસશિપનો અધિકાર આપીશું. તાલીમ આપવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ યુવાનોના બેંક ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરાવીશું અને કોંગ્રેસ પક્ષ કરોડો યુવાનોને આ અધિકારો આપી રહ્યા છીએ, પેપર લીક માટે પણ કાયદો બનાવીશું.જનમેદનીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહીલજીએ જણાવ્યું હતું કે ‘અંધભક્તોને પૂછો કે ભાજપની ગેરેન્ટી શું થયું? ‘ખાતામાં ૧૫ લાખ આવ્યાં?’,
‘૨ કરોડ લોકોને નોકરીની ગેરેન્ટી આપી હતી, જેના બદલે જેની પાસે નોકરી હતી એની પણ જતી રહી. ભાજપાના રાજમાં માનીતા ઉદ્યોગપતિઓ માલામાલ થયા છે, પણ ખેડૂતભાઈની આવક બમણી કરવાની વાત કરી હતી પણ ખર્ચ બમણો થઇ ગયો છે, મોંઘવારી નાબુદ કરવાની ગેરેન્ટી લીધી હતી. પણ ૪૦૦ રૂપિયાનો ગેસનો બાટલો ૧૧૦૦એ પહોંચી ગયો છે, પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ વધારો થયો છે. લોકશાહીમાં જનતા જ મહાન છે કોઈ શખ્સ કે કોઈ પક્ષ મહાન નથી. સત્તા મળે તો લોકોના આશિર્વાદના કારણે મળે તે ન ભુલવુ જોઈ. આંબા પર કેરી આવે ત્યારે આંબો નીચે નમે છે તેમ લોકશાહીમાં સત્તા મળે તો નમવુ પડે. પણ સત્તા મળે અને અહંકાર આવે અને કોઈ અહંકારથી એવુ બોલે કે ૨૬ એ ૨૬ જીતવી છે અને એ પણ ૫-૫ લાખથી જીતશું. આ અહંકાર છે. લોકતંત્રમાં અહંકાર ન જોઈએ. અમને જીતાડીને તમે આશન પર બેસાડો અને જો આસન પર બેસાડીને અહંકાર આવે તો તેને નીચે બેસાડવાની તાકાત પણ જનતા પાસે હોય છે.
આણંદ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાએ મોટી સંખ્યામાં ઉમટી પડેલ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે ૧૦-૧૦ વર્ષોથી ભાજપનાં સંસાદો ચુંટાઈ જાય છે પરતું આણંદને અને ગુજરાતને શું આપ્યું? આપ સૌના પ્રેમ, આશીર્વાદ અને જનસમર્થનથી આણંદને અવ્વલ બનાવીશું.
પાટણ લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્ચંદનજી ઠાકોરના ઉમેદવારી પત્ર ભરતા સમયે યોજાયેલ રેલીમાં ગુજરાત કોગ્રેસ પ્રમુખશ્રી શ્રી શક્તિસિંહ ગોહિલજી, પૂર્વ પ્રુમુખશ્રી જગદીશ ઠાકોર,કાર્યકારી અધ્યક્ષ શ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર જયારે અમદાવાદ પૂર્વમાં શ્રી હિંમતસિંહ પટેલ ઉમેદવારી પત્ર ભરતી સમયે રાજ્યસભા સાંસદશ્રી ડૉ. અમીબેન યાજ્ઞિક, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, ધારાસભ્યશ્રી ઇમરાન ખેડાવાલા,
પૂર્વ ધારાસભ્યશ્રી ગયાસુદ્દીન શેખ, પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડૉ.મનીષ દોશી, અમદાવાદ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી શહેઝાદખાન પઠાન, ઉપપ્રમુખશ્રી પંકજભાઈ શાહ, જૂનાગઢમાં શ્રી હીરાભાઈ જોટવાના ઉમેદવારી પત્ર ભરતી સમયે પૂર્વ ધારાસભ્યશ્રી પૂંજાભાઈ વંશ, ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા,આણંદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડાના ઉમેદવારી પત્ર ભરતી સમયે સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનીકજી, પૂર્વ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, કાર્યકારી પ્રમુખશ્રી જીગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ પરમાર, શ્રી લાખાભાઈ ભરવાડ, ખેડામાં શ્રી કાળુંસિંહ ડાભીના ઉમેદવારી પત્ર ભરતી સમયે વરિષ્ઠ નેતા શ્રી દિનશા પટેલ, પ્રદેશ ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, દાહોદમાં ડૉ. પ્રભાબેન તાવીયાડ સાથે સેવાદળ રાષ્ટ્રીય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ,વડોદરામાં શ્રી જસપાલસિંહ પઢીયારના ઉમેદવારી પત્ર ભરતી સમયે એ.આઈ.સી.સીના મંત્રી શ્રી ઉષાબેન નાયડુજી, પૂર્વ પ્રમુખશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી પંકજ પટેલ, સુરતમાં શ્રી નિલેષભાઈ કુંભાણી સાથે પ્રદેશ કાર્યકારી અધ્યક્ષશ્રી કદીરભાઈ પીરઝાદા જયારે વિજાપુર વિધાનસભામાં શ્રી દિનેશભાઈ પટેલના ઉમેદાવારી ફોર્મ ભરતી વખતે એ.આઈ.સી.સીના મંત્રી શ્રી રામકિશન ઓઝાજી, પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુભાઈ પટેલ,મહેસાણા જીલ્લા પ્રભારીશ્રી ગીતાબેન પટેલ, સહીત કોંગ્રસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
નસમર્થન સાથે પાટણ, જુનાગઢ,ખેડા,વડોદરા,અમદાવાદ પૂર્વ, આણંદ, દાહોદ, સુરત લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ફોર્મ ભર્યા
ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહીલજી સહીત વરિષ્ઠ આગેવાનશ્રી ઉપસ્થિત રહ્યા
1 Comment
Excellent content! The clarity and depth of your explanation are commendable. For a deeper dive, check out this resource: EXPLORE FURTHER. What do you all think?