આજે દાંતીવાડામાં આવેલ 021 બટાલિયન ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના નિવૃત્ત પેરા મીલીટરી જવાનોની ત્રિમાસિક વરબ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ 021 બટાલિયનના નવા કમાન્ડેનટ શ્રી જીતેન્દ્ર સાહેબના યજમાનત્વ હેઠળ સંપન્ન થઈ.
આ અવસરે, પેરા મીલીટરી સંગઠન દ્વારા નવા નિયુક્ત થયેલા કમાન્ડેનટ શ્રી જીતેન્દ્ર સાહેબ તેમજ સંગઠનના નવા પસંદ થયેલા શ્રી કરશનભાઈ માળી (ડ્રગ ઈન્સ્પેક્ટર)નું બુકે અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા.
કોમળ પણ અસરકારક વાતચીતમાં કમાન્ડેનટ સાહેબે સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને નિવૃત્ત જવાનોના હિતમાં હંમેશાં સાથે રહેવાનો વિશ્વાસ આપ્યો.
મીટીંગમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ:
1. પેરા મીલીટરી કલ્યાણ બોર્ડ: દરેક જિલ્લામાં પેરા મીલીટરી કલ્યાણ બોર્ડ કાર્યરત રહે, જેથી નિવૃત્ત જવાનોનો બાયો ડેટા યોગ્ય રીતે નોંધાઈ શકે.
2. CLMS મારફતે લિકર સુવિધા: તમામ પેરા ફોર્સના જવાનોને CLMS દ્વારા લિકર ઉપલબ્ધ થવી જોઈએ — કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે.
3. મોંઘા લિકર મુદ્દો: BSF નિવૃત્ત જવાનો માટે કેનટીન દ્વારા મળતું લિકર મોંઘું છે, તેથી તેની કિંમત ઘટાડવાની માંગ.4. સ્નેહ મિલન સમારોહ: વર્ષમાં 1-2 વખત પેરા મીલીટરી પરિવાર માટે કેમ્પમાં હોલ કે જગ્યા જેવી સુવિધા સાથે મેળાવડો યોજવાની અપેક્ષા.
અંતે વરબ અધિકારીઓએ તમામ મુદ્દાઓ પર સકારાત્મક પ્રતિભાવ આપતા સહયોગના આશ્વાસન સાથે મીટીંગ પૂર્ણ થઈ.
🙏🇮🇳 જય હિન્દ, જય પેરા મીલીટરી સંગઠન 🇮🇳🙏
સંપાદકઃ ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
1 Comment
xpfbwv