અખબારી યાદી
તા. ૨૧–૮–૨૦૨૪
રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ , બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકોને ન્યાય અપાવવા શરૂ થયેલી ‘ગુજરાત ન્યાય યાત્રા’ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દોષિતોને સજા-પીડિતોને ન્યાયની લડાઈ એટલે કોંગ્રેસની ન્યાયયાત્રા ૯ ઓગસ્ટ થી મોરબી ખાતેથી શરૂ થઈ હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પક્ષની ‘ગુજરાત ન્યાય યાત્રા’ મોરબી – ટંકારા – રાજકોટ – ચોટીલા – સુરેન્દ્રનગર – વિરમગામ – સાણંદ થઈ ચાંદખેડા અમદાવાદ ખાતે યાત્રાનું સમાપન થશે. તા. ૨૨ ઓગસ્ટના રોજ સવારે ૮-૩૦ કલાકે અમદાવાદના સાબર ચોકડી, સરખેજ ખાતે અમદાવાદ શહેર સમિતિ ગુજરાત ન્યાય યાત્રાનું સ્વાગત કરશે. ત્યારબાદ યાત્રા અમદાવાદ શહેરમાં પ્રવેશ કરી બપોરે રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. બપોરે ૩-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવનથી પદયાત્રા પૂજ્ય ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતે સાંજે ૫-૩૦ કલાકે પ્રાર્થના સભામાં જોડાશે. તાજેતરમાં સેબી અંગેના હિન્ડન બર્ગ રિપોર્ટમાં ઉજાગર થયેલ ભાજપ સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચારના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો પ્લે-કાર્ડ સાથે પદયાત્રામાં જોડાશે. તા. ૨૩ ઓગસ્ટના રોજ સવારે ૮-૦૦ કલાકેથી ગુજરાત ન્યાય યાત્રા સાબરમતી આશ્રમથી સુભાષબ્રીજ થઈ ચાંદખેડા ખાતે જનસભા સ્વરૂપે સમાપન થશે. સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી લાલજી દેસાઈ, કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખશ્રી જીજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસના ચેરમેનશ્રી પાલભાઈ આંબલીયા સહિત આગેવાનશ્રીઓના અથાગ પ્રયત્ન થકી ‘ગુજરાત ન્યાય યાત્રા’ ગુજરાતના જનતાના અવાજને બુલંદ કરી રહી છે.
રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી ત્યારે ગુજરાત ન્યાય યાત્રા ગુજરાતીઓના ન્યાય અને હક્ક માટેનો અવાજ બુંલદ કરી રહી છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ, બુલડોઝર કાંડ, લઠ્ઠા કાંડ, પેપર કાંડ, અંધાપા કાંડ, ભુમાફિયા કાંડ, બળાત્કાર કાંડ જેવા અનેક કાંડોનો ભોગ ગુજરાતના નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. તદુપરાંત, રાજ્યમાં નકલી અધિકારીઓ તથા નકલી સરકારી કચેરીઓનો રાફડો ફાટ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ સ્ટેશનો, સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલો, સરકારી વાહનોમાં ખુલ્લેઆમ દારૂની મહેફિલો માણવામાં આવે છે અને ગુજરાતમાં કરોડો લીટર દારૂ બેરોકટોક ઠલવાઈ રહ્યો છે. ગુજરાતના યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડેલ ભાજપ શાસનમાં ખુલ્લેઆમ વેચાતા ડ્રગ્સના કારણે યુવાનો મોટાપાયે ડ્રગ્સ તરફ વળી રહ્યા છે અને રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા સહિત તમામ મોરચે નિષ્ફળ નીવડેલ ભાજપ સરકાર ધૃતરાષ્ટ્ર બનીને માત્ર તમાશો જોઈ રહી છે. ભાજપાની ભ્રષ્ટ નીતિના લીધે વિવિધ કાંડોનો ભોગ બનનાર પીડીત પરિવારોને ન્યાય અપાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ “ગુજરાત ન્યાય પદયાત્રા” ૯ ઓગષ્ટ મોરબી થી શરુ થઇ થયેલી યાત્રાને ઠેરઠેર સ્વાગત થયું. જેમાં પીડિત પરિવારો, કોંગ્રેસના સૈનિકો, ન્યાયયાત્રીઓ તથા ગુજરાતના નાગરિકો જોડાયા.
ગુજરાત ન્યાય યાત્રામાં કોંગ્રેસ પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ, એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાતના સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજયસિંહ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી રામકિશન ઓઝા, શ્રી બી.એમ. સંદિપ, શ્રી ઉષા નાયડુ, અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી અલકા લાંબા સહિત વિવિધ ક્ષેત્રમાં કામ કરતા સામાજીક આગેવાનો, કર્મશીલો સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ, દરેક જીલ્લા કક્ષાએ જોડાયા હતા.
(હિરેન બેંકર)
પ્રવક્તા