અખબારી યાદી
તા. ૨૮-૧૧-૨૦૨૩
ગુજરાતમાં કમોસમી વરસાદના લીધે સમગ્ર ગુજરાતમાં ખેડૂત-ખેતીને ભારે નુકસાન થયું છે ત્યારે ભાજપ સરકાર “સર્વે કરવું” “વળતર ચુકવીશું” તેવી લોલીપોપ આપવાને બદલે ખેડૂતોને તાત્કાલીક વળતર ચુકવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું છે વારંવાર કુદરતી આપદાથી ગુજરાતના ખેડુતો વધુ પાયમાલ થઈ રહ્યાં છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦,૦૦૦ કરોડ કરતા વધુનું દેવું છે. તાજેતરમાં થયેલ વાવાઝોડા અને કમોસમી વરસાદે મોટા પાયે નુકસાની કારણે ખેડૂત વધુ દેવાદાર બની ગયો છે. બીપરજોય વાવાઝોડા અને કમોસમી વરસાદમાં થયેલ નુકસાન અંગે સરકારે કરેલી જાહેરાત મળવા પાત્ર અછત સહાય અનેક ખેડૂતોને આજ દિન સુધી મળી નથી. સરકારમાં અનેક વખત રજુઆત છતા તંત્ર ભોગ બનનાર ખેડૂતોનું સાંભળતી નથી.
ડ્રોન ઊડાડીને કોવિડ સમયે માસ્ક વગર નાગરિકોને પકડવામાં આવતા હતા અને કરોડો રૂપિયા દંડ વસૂલાયો તો પછી કમોસમી વરસાદના લીધે થયેલ નુકસાનનો સર્વે કેમ ૪૮ કલાકમાં ડ્રોન દ્વારા કરવામાં આવતો નથી ? ભાજપ સરકારની જનતાને દંડ દેવા માટે ડ્રોન કેમેરા, સીસીટીવી સહિત બધી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને નાગરિકો અને ખાસ કરીને ખેડૂતોને ન્યાય-રાહત માટે મહિનાઓ પસાર કરવાના ? આ છે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ…!
કમોસમી વરસાદ અને અન્ય સમસ્યાઓ માં કેન્દ્ર સરકાર તરફથી કોઈ મદદ આપવામાં આવતી નથી. ખેડૂતોને ખરા અર્થમાં કેન્દ્ર સરકાર તરફથી જે મદદ મળતી હતી તે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં મોદી સરકારે ગત વર્ષે ૭૪૨૬.૫૦ કરોડ રૂપિયા કાપી લીધા હતા. UPA સરકારના સમયથી ચાલતી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં મોદી સરકારે ગત વર્ષે ૮૧૫૬.૨૨ કરોડ રૂપિયા કાપી લીધા હતા. આમ ખેડૂતોને મદદ કરવાની તો એક બાજુ રહી પરંતુ જે લાભો મળતા હતા તે પણ ઓછા કરવામાં આવ્યા છે.
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Great read! Your breakdown of the topic is commendable. For further reading, here’s a useful resource: READ MORE. Let’s discuss!