અમદાવાદ।
અર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને ઘર મળે તે હેતુસર અમદાવાદ એસ્ટેટ એન્ડ ટાઉન ડેવલપમેન્ટ વિભાગે યોજનાઓ અમલમાં મૂકી છે. પરંતુ હકીકતમાં ગરીબોને પોતાના હકનું ઘર મેળવવા વર્ષો સુધી રાહ જોવી પડે છે.
થલતેજ વિસ્તારના TP-39, ફાઇનલ પ્લોટ નં. 59 પર આવેલી EWS આવાસ યોજના હેઠળ અરજદારને મકાન નં. 415, બ્લોક-1, અરજી નં. E5-PA-125271ના આધારે તારીખ 04 ફેબ્રુઆરી 2023ના રોજ એલોટમેન્ટ લેટર અપાયું હતું. અરજદારે તમામ શરતો પૂર્ણ કરી અને જરૂરી ચુકવણી પણ કરી દીધી હતી.
લાભાર્થીનો આક્ષેપ છે કે ચૂકવણી કર્યા બાદ પણ આજ સુધી પઝેશન મળ્યું નથી. વિભાગ દ્વારા વારંવાર માત્ર પત્ર આપવામાં આવે છે, પરંતુ વાસ્તવિક મકાન હસ્તગત કરવામાં આવતું નથી. પરિણામે ગરીબ વ્યક્તિ વર્ષોથી પોતાના હકના મકાન માટે તંત્રના ચક્કર મારી રહ્યો છે.
આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે નારાજગી છે. ગરીબોની મહેનતની કમાણી હોવા છતાં તેમને ઘરથી વંચિત રાખવામાં આવે છે તેવું જણાઈ રહ્યું છે. પીડિતે રાજ્ય સરકાર તથા તંત્રને તાત્કાલિક ન્યાય આપવા અપીલ કરી છે.
www.gujaratpravasi.com cont..8141022666
3 Comments
I think other website proprietors should take this web site as an example , very clean and fantastic user genial style.
dgcyqz
dgcyqz