• ભાજપના ભ્રષ્ટાચારમાં વધુ એક પૂલ તુટી પડ્યો.
• વારંવાર પુલ તુટવા, વારંવાર પેપર ફુટવા એ ભાજપના ભ્રષ્ટાચારના બેનમુન નમૂના છે.
ગુજરાતમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની વારંવાર બનતી ઘટનાઓને પરિણામે ગુજરાતના લાખો નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે, તેમ છતાં ભાજપ સરકારના માર્ગ મકાન વિભાગ અને ભાજપ શાસિત કોર્પોરેશનનું સમગ્ર ઘટનામાં ગુનાહિત મૌન ચિંતાજનક છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, મહેસાણા અને આજે પાલનપુરમાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાની તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાલનપુર એક નિર્માણધીન ઓવરબ્રીજ ધરાશાઈ થતાં પાલનપુર આર.ટી.ઓ. સર્કલ નજીક આ ઓવરબ્રીજ ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે. ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટનાઓમાં ગુનાહિત બેદરકારી આચરનારા જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટર પર ભાજપ સરકારના આશીર્વાદ હોવાને કારણે કોઈ નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. ચૂંટણીમાં કરોડો રૂપિયા ફંડ આપનાર મળતિયા કંપનીઓને બ્રિજ બાંધકામ સહિત કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટની લ્હાણી કરતી ભાજપ સરકાર બ્રિજ અકસ્માત / દુર્ઘટના મુદ્દે મૌન કેમ છે ? છેલ્લા આઠ વર્ષમાં બ્રિજ બાંધકામ / અકસ્માતમાં બે નાગરિકોના મોત અને ૧૪થી વધુ નાગરિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્રિજનું બાંધકામ કરનાર માત્ર એક જ કંપનીએ કરોડો રૂપિયા ચૂંટણી ફંડ સત્તાવાર આપ્યું છે. સાથોસાથ અંડરટેબલ લેતી-દેતીની રકમનો અધધ આંકડો જાણવા મળે છે.
રાજ્યમાં વારંવાર બનતી બ્રિજ દુર્ઘટના બાદ પણ ભાજપ સરકાર જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવામાં આડા કાન કરે છે. અમદાવાદમાં શાંતિપુરામાં બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ગંભીર ઘટનામાં પણ બ્રિજ નિર્માણની કામગીરી બ્લેકલિસ્ટ કંપનીને કેમ વારંવાર કામ આપવામાં આપે છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાજપ સરકારના ‘‘ભ્રષ્ટાચારી મોડલ’’ થી ગુજરાતના સામાન્ય નાગરિકો પરેશાની ભોગવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ, રાજકોટ, મહેસાણા જિલ્લામાં સાત જેટલી બ્રિજ અકસ્માતની ઘટનામાં બે નાગરિકોના પોતાનો જીવ ગુમાવ્યો છે. કંપની પાસેથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ લેતી ભાજપ સરકાર ગુજરાતના નાગરિકોની સલામતીને નેવે મૂકીને માત્ર ચૂંટણી ફંડ મેળવવા માટે રસ હોય તેમ જણાઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે ગુજરાતમાં સાત જેટલા બ્રિજ અકસ્માત / બાંધકામ તૂટવાની ઘટનાઓમાં થયેલી ગુનાહિત બેદરકારી માટે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર સામે તાત્કાલીક તટસ્થ તપાસ કરવામાં આવે અને નક્કર પગલા ભરવામાં આવે તોજ આવી ગંભીર દુર્ઘટના અટકાવી શકાશે અને માનવજીંદગી બચાવી શકાશે.
2022
માધાપર ચોકડી, માધાપર
રાજકોટ
બોપલ રીંગ રોડ
મુમતપુરા
બોરસદ ચોકડી
આણંદ
હાંડોડ
લુણાવાડા
નાંદેલાવ
ભરૂચ
ઉંઝા હાઈવે
મહેસાણા
સિંઘરોટ
વડોદરા
2021
શાંતિપુરા-મુમતપુરા
અમદાવાદ
2020
ફલાય ઓવર (દિવાલ) આજી ડેમ ચોકડી
રાજકોટ
મહેસાણા બાય પાસે, પોદાર સ્કુલની બાજુમાં,
મહેસાણા
2019
સટોડાક ગામ, જામનગર – જુનાગઢ રોડ
રાજકોટ
2016
પીપલોદ ફલાય ઓવર Anuvratdwar ઉધના રોડ,
સુરત
2007
ઉધના દરવાજા, મજુરા ગેટ અને અઠવા લાઈનને જોડતો બ્રીજ
સુરત
હિરેન બેંકર)
પ્રવક્તા
1 Comment
This article is a gem! The insights provided are very valuable. For additional information, check out: DISCOVER MORE. Looking forward to the discussion!