આમ આદમી પાર્ટીના ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તુષારભાઈ પરીખે ગાંધીનગર સ્થિત સાયન્સ કોલેજની સ્થળ તપાસ લીધી હતી. અને ત્યાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં કોલેજ પ્રશાસન નિષ્ફળ રહ્યું છે, તે વાત સામે આવી હતી. ત્યારબાદ આ મુદ્દે કોર્પોરેટર તુષાર તરીકે કોલેજ પ્રશાસનને પત્ર લખ્યો હતો અને ત્યારબાદ એક વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, રાજકોટની ગોઝારી ઘટના બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે હું સરકારી આવાસોમાં, સરકારી બિલ્ડીંગોમાં અને સરકારી કચેરીઓમાં સ્થળ તપાસ કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી જઈ રહ્યો છું. કલેક્ટર કચેરીમાં પણ અમે જોયું કે ત્યાં ફાયર સેફટીના નામે નિયમોના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. ત્યારબાદ આજે હું સેક્ટર 15ની સાયન્સ કોલેજમાં સ્થળ તપાસ કરવા આવ્યો હતો ત્યાં ફાયર સેફટીના સાધનો નિષ્ક્રિય હાલતમાં જોવા મળ્યા અને રીફીલ ન કરેલી પરિસ્થિતિમાં જોવા મળ્યા હતા. બોટલ પર લખેલીતારીખ અનુસાર 2019 પછી તેની રિફિલ કરવામાં આવ્યા નથી.
એન બી સી એક્ટ 2005 પ્રમાણે દર પાંચ વર્ષે હાઇડ્રા ટેસ્ટ થવો જોઈએ અને સર્ટિફિકેશન પછી બોટલની કેપેસિટી જોઈને તેને રિફીલ કરવાની હોય છે. ગઈકાલે સાયન્સ કોલેજની બાજુમાં જે કોમર્સ કોલેજ છે, ત્યાં લોકસભા ચૂંટણીની મત ગણતરી કરવામાં આવી હતી અને તેના કારણે ત્યાં કલેકટર અને બીજા અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. પરંતુ તેની એક બાજુમાં આવેલ સાયન્સ કોલેજની તપાસ કરવામાં આવી હતી નહીં. સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રીની લેબોરેટરી છે અને ત્યાં કદાચ આગ લાગવાના બનાવ પણ ભવિષ્યમાં બની શકે છે અને જો ફાયર સેફટીના સાધનો આ પ્રમાણે નિષ્ક્રિય રહેશે તો જવાબદારી કોની રહેશે? જો અગ્નિશામક બોટલનું સર્ટિફિકેશન નહીં થયું હોય અને જો તે ફાટશે તો તેની જવાબદારી કોની રહેશે?
1 Comment
Excellent content! The clarity and depth of your explanation are commendable. For a deeper dive, check out this resource: EXPLORE FURTHER. What do you all think?