ગામથી લઈ ગાંધીનગર, શહેર થી લઈ સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટીકના લીધે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યાં છે. કાંડ અને કૌભાંડ ભાજપા શાસકોની અનેરી સિધ્ધી અંગે આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયાએ ફાયર NOC મામલે 70 હજાર ની લાંચ આપ્યાની ખુદ જાહેર કબુલાત કરી. ભાજપાના હાલના સાંસદ ખુદ કહ્યું કે 70 હજાર રૂપિયા લાંચ આપીને જે તે સમયે ફાયર NOC મેળવી હતી. સામાન્ય જનતા રોજ બરોજ સામાન્ય કામ માટે લાંચ આપે તો જ કામ થાય છે તેના આ કચ્ચા ચિઠ્ઠા વધુ એક વખત સામે આવ્યાં છે. ભાજપ નું વિકાસ મોડેલમાં ભ્રષ્ટાચાર કેન્દ્ર સ્થાને છે. દરેક વિભાગ માં દરેક કામના ચોક્કસ ભાવપત્રક છે. કોર્પોરેશન ના પ્લાન પાસ કરાવવા રજા ચિઠ્ઠી, B.U પરમિશન, ફાયર NOC સહિત દરેક નું નિશ્ચિત ભાવ પત્રક દરેક વિભાગ દીઠ મંજૂરીમાં ભ્રષ્ટાચારને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો છે. રાજ્યમાં ગૃહ, શહેરી વિકાસ, શિક્ષણ, મહેસુલ, અન્ન નાગરિક પુરવઠા, આરોગ્ય, પંચાયત સહિત દરેક વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યાં છે. દરેક કોન્ટ્રાક્ટ, ટેન્ડરો, સરકારી ભરતી પ્રક્રિયા દરેકમાં ગેરરીતિ-ગોલમાલની ભાજપા શાસકોએ વિશેષ વ્યવસ્થા ઉભી કરી છે.
ભાજપના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાનું નિવેદન છે કે, પોતાની મિલકત માટે, ફાયર ઓફિસર ઠેબાને એમણે પોતે ૭૦,૦૦૦ રૂપિયાની લાંચ આપી હતી. આ એમનું સ્વચ્છ બુદ્ધિથી દબાણ વગર જાહેર માધ્યમોમાં સ્વેચ્છીક રીતે આપેલ કબુલાતનામું છે. લાંચ રૂશ્વત ધારામાં લાંચ લેનાર અને લાંચ આપનાર બન્ને ગુન્હેગાર ગણાય છે ત્યારે આ બાબતની પોલીસે વિસ્તૃત તપાસ કરવી જોઈએ ભાજપા સાંસદના નિવેદનથી ભાજપા શાસનનું ભ્રષ્ટાચાર મોડેલ કઈ પ્રકારે કામ કરી રહ્યું છે તેના કચ્ચા ચિઠ્ઠા વધુમાં એક વાર ખુલ્લા પડી ગયા છે અને સામાન્ય માણસની શું હાલત છે તે ઉજાગર થયું છે.
રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા સહિતના મહાનગરોમાં લાંખો સમપક્ષ સત્તા ભોગવતા ભાજપા શાસકોએ સુનિયોજીત લૂંટનું મોડેલ ઉભુ કરી દીધું છે ત્યારે કહેવાતું સુશાસન અંગે ભાજપા શાસકો જવાબદારી સ્વીકારશે ? સમગ્ર રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચારના કારણે બની રહેલી એક પછી એક દુર્ઘટના જેમાં અનેક નિર્દોષો જીવ ગુમાવે છે. સુરતનો તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણી બોટકાંડ, મોરબીનો ઝુલતા પુલ કાંડ અને રાજકોટના ટીઆરપી ગેમઝોન તમામ નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને બાળકોના ભોગ લેવાયા છે. તે માટે ભાજપા શાસકો-તંત્રનું ભ્રષ્ટાચારી મોડલ જ જવાબદાર છે. ભાજપા કદાચ આવી ભ્રષ્ટાચારી વ્યવસ્થાને જ વિકાસ મોડેલ કહેતા હોય તેની મુખ્યમંત્રીશ્રી ક્યારે જવાબદારી સ્વીકારશે ?
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Great article! The depth of analysis is impressive. For those wanting more information, visit: LEARN MORE. Looking forward to the community’s thoughts!