સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ તાત્કાલિક જાહેર કરે : અમિત ચાવડા
રત્નકલાકારો પરથી વ્યવસાયવેરો નાબૂદ કરો: અમિત ચાવડા
ગુજરાત સરકાર રત્ન કલાકારોની મદદ નહીં કરે તો આંદોલન કરીશું: અમિત ચાવડા
( સુરતમાં ડાયમંડ વર્કર યુનિયનના સભ્યોએ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના અમિત ચાવડા સાથે મુલાકાત કરી પોતાની માંગણીઓ રજૂ કરતું આવેદન પત્ર આપ્યું )
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા આજે સવારે શ્રમજીવી સેવાલય ખાતે સુરતના રત્નકલાકારો સાથે તેમના પશ્નો મુદ્દે સંવાદ કરવામાં આવ્યો હતો. અમિત ચાવડા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના સભ્યોએ આવેદનપત્ર આપી તેમની રજૂઆત કરી હતી ત્યારબાદ પત્રકારોને સંબોધિત કર્યા હતા.
ડાયમંડ વર્કર યુનિયન સાથેની મુલાકાત બાદ અમિત ચાવડાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય અને દેશભરમાં મંદીમાં બેરોજગાર બનેલા રત્નકલાકારો માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ જે હજી સરકારે જાહેર કર્યું નથી અને સરકાર અન્ય કોઇ ખાસ નવી યોજનાઓ પણ ચલાવી રહી નથી. છેલ્લા કેટલાંક સમયમાં બેરોજગારીના લીધે અનેક રત્નકલાકારોએ જીવન ટુંકાવી લીધા હોવાના બનાવ બન્યા છે. જેથી રાજ્યમાં સરકારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવી રત્નકલાકારોની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઈએ.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ડાયમંડ વર્કસના મુદ્દે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે રાજ્યમાં હીરા ઉદ્યોગ લાખો લોકોને રોજગારીઆપે છે કેન્દ્ર અને સાથો સાથ રાજ્ય સરકારને મોટું હૂંડિયામણ કમાઈને આપે છે. હીરા ઉદ્યોગની કરોડરજ્જુ રત્નકલાકારો છે પરંતુ જ્યારે મંદી આવે છે ત્યારે માત્ર ને માત્ર સૌથી વધુ રત્નકલાકારોને જ સહન કરવાનું આવે છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના ઉદ્યોગના લીધે હીરા ઉદ્યોગને આર્થિક નુકસાન થયું છે તેના લીધે અનેક રત્નકલાકારો બેરોજગાર બન્યા છે જેથી કારખાનાઓમાં કલાકો પર કાપ મુકાતા રત્નકલાકારોની આવક ઘટી છે. આના પરિણામે 30 જેટલાં રત્નકલાકારોએ જીવન ટુંકાવી લીધું છે અને કેટલાય સ્થળોએ તો અત્યારથી જ કારખાનામાં દિવાળીનું વેકેશન જાહેર કરી દેવાયું છે.
અમિત ચાવડાએ રત્નકલાકારોના હિતમાં ચીમકી ઉચ્ચારી હતી કે કાયદા મુજબ રત્નકલાકારોને લાભો મળવા જોઈએ આવનાર વિધાનસભા સત્રમાં પણ કોંગ્રેસ પક્ષ સરકાર સામે લડત ચલાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે ફેક્ટરી એક્ટના કાયદાનું પાલન થતું નથી તેથી અમે રત્નકલાકારોની માંગણી સરકાર સુધી પહોંચાડીશું અને અત્યાર સુધી જે 30 રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યા છે તે પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશું અને જરૂર પડ્યે રત્નકલાકારો માટે રસ્તા પર ઉતરી જન આંદોલન કરવામાં આવશે જેથી રત્ન કલાકારો અને તેમના પરિવારને ન્યાય મળી રહે.
ગુજરાત ડાયમંડ વર્કર યુનિયને રાજ્ય સરકાર સમક્ષ જે માંગણીઑ કરી છે તેનું આવદેનપત્ર ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને આપ્યું હતું તેમના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી મદદની ઈચ્છા વ્યક્ત કરી હતી:
-રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થાય
-રત્નદીપ યોજના ફરી શરૂ કરવામાં આવે
-રત્નકલાકારો પરથી વ્યવસાયવેરો નાબૂદ કરાય
-સરકાર રત્નકલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે
-મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ મળે.
ડૉ અમિત નાયક ( પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ)
1 Comment
This article had me laughing and learning! For additional insights, check out: EXPLORE NOW. Any thoughts?