ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા આદિવાસીઓને જંગલની જમીન ન ખેડવા બાબતે એક જાહેર કાર્યક્રમ દરમિયાન કેહવામાં આવ્યુ છે. આ નિવેદન સામે આદિવાસી વિસ્તારમાં અસંતોષનું વાતાવરણ ઊભું થયું છે. એક તરફ ભાજપના સાંસદ પર્યાવરણ ની ચિંતા કરે છે અને બીજી તરફ છત્તીસગઢ સરકાર દ્વારા હસદેવ જંગલ કાપવા માટેના આદેશો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આમ ભાજપની દોહરી નીતિ ના કારણે આદિવાસી વિસ્તારમાં ભાજપના સંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા સામે ભારે ઉહાપો થઈ રહ્યો છે.આ અંગે કેન્દ્ર સરકારના વન અધિકાર કાયદા ૨૦૦૬ મુજબ જંગલમાં જમીન ખેડતા આદિવાસીઓને પોતાના હક આપવા તેમજ હકો સુરક્ષિત રાખવા માટે તત્કાલીન ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંઘજી ના નેતૃત્વ વાળી કોંગ્રેસની યુ.પી.એ સરકારે સદર કાયદા હેઠળ જે ખેડે એની જમીન એ મુજબની જોગવાઈ કરી હતી. જે કાયદાના અમલ કરવામાં ભાજપ શાસીત ગુજરાત સરકાર પહેલેથી જ વિલંબ કર્યો છે અને સંપૂર્ણ અમલ કરવામા આનાકાની કરે છે. આજે પણ ખેડૂતોને જમીન ખેડતા હોવા છતાં માલિકીના હક્કો આપવામાં આવ્યા નથી. જે જંગલની જમીનની સનદો ખેડુતોને આપવામાં આવી છે. તેમા ખેડૂતો પાસે જમીન વધારે હોય છતાં ખેડૂતોને સનદમા ગુંઠામા જમીનો આપવામાં આવી છે. એ આદીવાસી સમાજને અન્યાયકરતા છે. જેથી સનદ્દધારક ખેડુતોને જમીન આપેલ હોવા કરતા વધારે જમીન ખેડતા ખેડુતોને વન વિભાગ દ્વારા ખેડુતોને હેરાન કરાઈ રહ્યા છે.
ભાજપ સરકાર દ્વારા “ઇકો સેન્સિટિવ ઝોન” તરીકે નર્મદા જીલ્લાના અનેક આદીવાસી ગામોને જાહેર કરી ૭-૧૨ મા બીજા હકમા સરકાર નુ નામ દાખલ કરી દેવાયુ ત્યારે વન અધિકાર કાયદા ૨૦૦૬ હેઠળ સનદ ધારકો અથવા પેન્ડિંગ દાવા અરજીઓ ધરાવતા આદીવાસી ખેડૂતોને હક પત્રમા નામ દાખલ કરવાની અપેક્ષા રાખવી ભાજપના શાસનમા ભૂલ ભરેલી છે. જે હવે આદીવાસી સમાજને સમજાયુ જ છે.
નીતિ નિયમોને નેવે મૂકી સ્થાનીક ફોરેસ્ટ અધિકારીઓ આપખુદ શાહી વલણ ગરીબ આદિવાસીઓ સાથે ભાજપના નેતાઓના ઈશારે રાખી રહ્યા છે. જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા સ્થાનિક આદિવાસીઓને ડરાવવા, ધમકાવવા ના અનેક કિસ્સાઓ આદિવાસી વિસ્તારોમાં નાના-મોટા બનતા રહ્યા છે. જેની સામે અવાજ ઉઠાવનાર રાજકીય કાર્યકરો અને આદિવાસી આગેવાનોને ખોટા કેસો કરી દબાવી દેવાનો પોલીસને આગળ ધરી ભાજપ સરકાર પ્રયત્ન કરી રહે છે.
આવા સમયે આદિવાસી સમાજને સરકાર તરફથી સતત અન્યાય થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા દ્વારા જંગલની જમીન ન ખેડવા બાબતનું નિવેદન જંગલ ખાતાના અધિકારીઓ ને પ્રોત્સાહિત કરનારું છે એમ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા એ જણાવ્યુ છે. સાંસદનુ નિવેદન આદિવાસી સમાજને અન્યાય કરનારું છે. જેને માંગરોલા સખત શબ્દોમાં વખોડે છે.
આ બાબતે રાજ્ય સરકાર દ્વારા જંગલ અધિનિયમ ૨૦૦૬ નો સરકાર અમલ કરવા માંગે છે કે સાંસદના નિવેદન સાથે છે કે કેમ? એ બાબતની સ્પષ્ટતા સરકાર દ્વારા કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ને સંદીપ માંગરોલા એ પત્ર લખ્યો છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
જંગલ જમીન ન ખેડવાના ભરૂચ સાંસદના ફરમાન અંગે સરકાર સ્પષ્ટતા કરે:સંદીપ માંગરોલા
નીતિ નિયમોને નેવે મૂકી સ્થાનીક ફોરેસ્ટ અધિકારીઓ આપખુદ શાહી વલણ ગરીબ આદિવાસીઓ
1 Comment
Fantastic perspective! The points you made are thought-provoking. For additional insights, check out this link: FIND OUT MORE. What do others think about this?