હોટેલ હેઇએન નો મોરી ક્યોટો’માં રાત્રી રોકાણ ખૂબ સરસ રહ્યું. જોકે અમારા પ્રવાસ દરમિયાન હવામાન દિવસના 10થી 12 સે. અને રાત્રીના 3થી 5 સે.ની વચ્ચે રહેતું હોઇ રાતના ઠંડીના માહોલમાં ઉંઘ સરસ આવી જતી. સવારે નાહી-ધોઇ તૈયાર થતા હોટલના રેસ્ટોરન્ટમાં પહોંચ્યા. 28 માર્ચ 2024ના સવારના બ્રેકફાસ્ટમાં અનેકવિધ ફળો, ફળોના જ્યુસ, જુદીજુદી જાતની બ્રેડસ, ટોસ, માખણ, મધ, ચા-કોફી, ગરમ દૂધ, બાફેલા બટેટા, ગ્રીન સલાડ, દહીં વગેરે જોવા મળતા રૂચી મુજબ નાસ્તો કરી બસમાં ગોઠવાયા. આજનો પ્રવાસ ક્યોટોથી 62 કિ.મી. દૂર નારાથી શરૂ થતો હોઇ બસ આઠ વાગ્યે નારા જવા રવાના થઇ. ઝરમર વરસતા વરસાદ સાથે રોડની બંને બાજુ ખેતરો જોતા બસ આગળ વધી રહી હતી. અહીં ખેતરો વચ્ચે નાના કેડી માર્ગ ડામરના જોવા મળ્યા. સવારે નવેક વાગ્યે જાપાનની ઐતિહાસિક નગરી નારા પહોંચી ગયા.જાપાનના હોન્શુ ટાપુના કંસાઇ પ્રદેશમાં આવેલું નારા સ્થાનીક રાજધાની છે. જાપાનીમાં નારુ, નરાસુ, નારાનો અર્થ હળવા ઢાળ સાથે સપાટ જમીન થાય. સન 710થી 794 સુધી જાપાનની રાજધાની રહેલ નારા બૌદ્ધ ધર્મનું મુખ્ય તિર્થસ્થાન છે. નારામાં તોડાઇજી અને યાકુશીજી મુખ્ય મંદિરો ઉપરાંત અનેક ઐતિહાસિક મંદિરો અને ઇમારતો, રાષ્ટ્રીય સ્મારકો. બાગ-બગીચા, આર્ટ ગેલેરીઓ વગેરે આવેલા હોઇ યુનેસ્કોએ 1998માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે નારાનો સમાવેશ કર્યો છે. નારામાં દર વર્ષે ઉજવાતા પરંપરાગત તહેવારોમાં નેરી-કુયો એશિકી ઉત્સવ, તોડાઇજી મંદિર વસંતોત્સવ તેમજ કેમારી ફેસ્ટિવલ મુખ્ય છે. નારાની આબોહવા સામાન્ય રીતે સમશીતોષ્ણ હોય ઉનાળામાં અતિશય વરસાદ પડે છે, સરેરાશ વાર્ષિક વરસાદ 118થી 196 ઇંચ જેટલો હોઇ વિશ્વના સૌથી વધુ વરસાદ વાળા ક્ષેત્રમાં નારાની ગણતરી થાય છે, વસંત અને પાનખરમાં આબોહવા સમશીતોષ્ણ અને ખુશનુમા રહે છે. વસંતઋતુમાં ચેરીના ફૂલો અને પાનખરમાં નારાની દક્ષિણમાં આવેલા પર્વતો પર્ણસમૂહ સાથે જોવા પ્રવાસીઓમાં ખૂબજ લોકપ્રિય છે.તોડાઈજી બૌદ્ધ મંદિર જાપાનનું સૌથી પ્રાચીન મંદિર નારાની ઓળખ છે. મંદિરના લાકડાના વિશાળ નંદાયમોન દરવાજાની બંને બાજુ ઉગ્ર બે મૂર્તિઓ જોવા મળી. પ્રવેશદ્વારની ભવ્યતા દીલને સ્પર્શી જાય તેવી અદભૂત હતી. તોડાઇજી મંદિરનો કોરીડોર વચ્ચે ખુલ્લી જગ્યામાં આવેલું મુખ્ય મંદિર ખરેખર અદભૂત હતું. મંદિર સંકુલમાં આગળ વધતા મંદિર સામેના સ્મારકમાં સાતમી સદીની ભગવાન શ્રીકૃષ્ણની શિલ્પકૃતિ જોઇ ખૂબ આનંદ થયો. ઉંચા પ્લેટફોર્મ પર આવેલા તોડાઈજી મંદિર પ્રવેશતા જ જોવા મળતી સન 752માં નિર્મિત પંદર મીટર ઉંચી તાંબાની બેઠી મુદ્રામાં ભગવાન શ્રીગૌતમ બુદ્ધ (દૈબુત્સુ)ની મૂર્તિ ભારતથી લાવવામાં આવી હોવાનું મનાય છે. બુદ્ધ મૂર્તિ પાછળ બે બોધિસત્વોની મૂર્તિઓ છે. જાપાનમાં બૌદ્ધ ધર્મનું મુખ્ય મંદિર ગણાતું તોડાઇજી મંદિરનો પ્રભાવ રાજસત્તા પર વધતા રાજધાની નારાથી ક્યોટો લઇ જવામાં આવી. તોડાઇજી મંદિરના ડાઇબુતસુડેન હોલમાં બુદ્ધની મુખ્ય મૂર્તિ ઉપરાંત અનેક નાની-મોટી બૌદ્ધ મૂર્તિઓ ઉપરાંત મંદિરની મૂળ કૃતિ સાથે હાલના મંદિરની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે. એ સાથે અહીં આવેલા એક સ્તંભ નીચે આપણે ત્યાં જોવા મળતા ગૌમુખ જેવું બકોરું (છિદ્ર) હોઇ તેમાંથી કેટલાક દર્શનાર્થીઓ પસાર થઇ રહ્યા હતા, જે દર્શનાર્થી સ્તંભના બકોરામાંથી પસાર થઇ જાય તે જીવનમાં ખૂબ સફળ થાય છે તેવી માન્યતાને કારણે અહીં લાઇન જોવા મળી. પૌત્ર હૃષિકેશને સ્તંભના બકોરામાંથી પસાર થવાની ઇચ્છા થતા તે આસાનીથી બે વખત પસાર થયો હતો.નારા પાર્કના ઉત્તરીય ભાગ સાથે તોડાઈજી મંદિર સંકુલ ખૂબ વિશાળ છે, જેમાં ઘણા નાના મંદિરો, મ્યુઝિયમ, ડાયબુતસુડેન હોલ તેમજ ઐતિહાસિક ઇમારતો આવેલા છે. મૂળ તોડાઈજી ડાયબુતસુડેન હોલ 100 મીટર ઊંચો સાત માળના બે પેગોડાથી બનેલો હોવાનું મનાઇ છે. સન 2015માં ખોદકામ કરી મૂળ પેગોડાનું ચોક્કસ સ્થાન નક્કી કરતા તોડાઇજી મંદિરનું પુનઃનિર્માણ તેની પૂર્વ ભવ્યતા સાથે આયોજન થયું છે. ટોડાઈ-જી, કોફુકુ-જી, કાસુગા ગ્રાન્ડ શ્રાઈન અને કાસુગયામા પ્રાઇમવલ ફોરેસ્ટને પ્રાચીન નારાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક 47 સ્મારકો આવેલા છે, જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જાહેર કર્યા છે.મંદિર સંકુલ બહાર નીકળતા નારા પાર્ક જોવા ગયા. 1880માં નિર્મિત જાપાનના સૌથી પ્રાચીન ગાર્ડન નારા પાર્કની શરૂઆત 1880માં કોફુકુ-જીના 14 હેકટર સરકારી મેદાનથી થઇ. 1889માં તોડાઈ-જી, કાસુગાનો પર્વતીય વિસ્તાર તેમજ માઉન્ટ વાકાકુસાની તળેટી ઉમેરતા તેનું 535 હેક્ટર સુધી વિસ્તર્યું પરંતુ 1960માં સત્તાવાર રીતે અર્બન પાર્ક એક્ટ હેઠળ નારા પાર્કને મુકતા તે 1240 એકરનો જાહેર બગીચો બન્યો. નારા પાર્ક એજ્યુકેશન, કલ્ચર, સ્પોર્ટ્સ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત છે. પાર્કમાં હજારો જંગલી હરણો નિરંકુશ ફરતા જોવા મળે છે. નારા પાર્ક તોડાઈ-જી, કોફુકુ-જી, કાસુગા ગ્રાન્ડ શ્રાઈન અને નારા નેશનલ મ્યુઝિયમ સાથે સંકળાયેલો છે.નારા પાર્કમાં હજારો હરણો સાથે અહીં જંગલી ડુક્કર, ઉત્તર અમેરિકાના ગુચ્છાદાર પૂંછડીવાળા કૂતરા, જાપાનીઝ ઉડતી ખિસકોલી વગેરે પ્રાણીઓ ઉપરાંત ચેરી બ્લોસમ, મેપલ,, પ્લમ, જાપાનીઝ દેવદાર, જાપાનીઝ પિયરીસ વગેરે વૃક્ષો જોવા મળે છે. પાર્કમાં ફરતા હરણોને બિસ્કીટ તેમજ સ્થાનીક હરણોની ખાદ્ય સામગ્રી ખરીદી ખવરાવવા સાથે ફોટા પાડ્યા. એ સાથે આગળ વધતા નારા પાર્ક સાથે બે સુંદર પરંપરાગત શૈલીના યોશીકિયન અને ઇસુઅન ગાર્ડન્સ નારા શહેરમાં જોવા મળ્યા. યોશિકિગાવા નદી કાંઠે આવેલો ઇસુએન ગાર્ડન નારાનો સૌથી સુંદર બગીચો મનાઇ છે, એડો સમયગાળાના આ ગાર્ડનનું મેઇજી યુગમાં વિસ્તરણ કરવામાં આવ્યું. નદીના સામે કાંઠે યોશિકીન ગાર્ડન છે, આ ગાર્ડનનું નામ યોશિકિગાવા પરથી પડેલ છે. ગાર્ડનથી વાકાકુસા પર્વત અને તોડાઇ-જી મંદિરના નંદાઇમોન ગેટ જોઇ શકાય છે, ગાર્ડન આસપાસ અનેક ટી સેન્ટરો તેમજ ચાઈનીઝ, જાપાનીઝ અને કોરિયન માટીકામ અને અન્ય આર્ટવર્કનું નીરાકુ મ્યુઝિયમ આવેલું છે.યોશિકીન ગાર્ડન એડો કાળની અનેક પ્રાચીન ઇમારતો, સરસ મજાના પથ્થરના ફાનસ અને સ્ટેપિંગ સ્ટોન્સ સાથે પાનખર ઋતુના કુદરતી નજારા સાથે વસંત ઋતુમાં ચેરી બ્લોસમના મનોહર દ્રશ્યો જોવા માટેનું ઉત્તમ સ્થળ છે. યોશિકીન ગાર્ડન વચ્ચે ટેકરી પર ફુલછોડથી શોભતા પ્રાચીન શિન્તો મંદિરમાં પ્રવાસી ટુર્સ તરફથી ‘ટી સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું હોઇ બસમાંથી ઉતરી અમો શિન્તો મંદિર પહોંચ્યા. શિન્તો ધર્મ જાપાનનો જુનો ધર્મ છે, જેનો અર્થ ‘દેવતાઓનો પંથ’ થાય છે. આ ધર્મમાં બૌદ્ધ ધર્મની જેમ ઝેન નામની ધ્યાન પદ્ધતિનું મહત્વ છે. જાપાનના 84% લોકો શિન્તો અને બૌદ્ધ ધર્મ પાળે છે.‘શિન્તો’ મૂળ ચીની શબ્દ છે, જેનો અર્થ ‘દેવોનો માર્ગ’ થાય. શિન્તો ધર્મનું જાપાની નામ કમી-નો-મીચી છે. ‘કમી’ એટલે ‘દેવ’, ‘ઈશ્વર’, ‘આત્મા’ અને ‘મીચી’ એટલે માર્ગ. ‘શિન્તો’ જાપાની પ્રજાના લોહીમાંથી ઉદ્ભવ્યો હોઇ જાપાનનો રાષ્ટ્રધર્મ છે. શિન્તો ધર્મ સાચી શ્રદ્ધા સાથે ઇશ્વરને પ્રસન્ન કરવાનાં સત્કર્મો, વીરપૂજા, ભૂત-પ્રેત પૂજા, સર્વવ્યાપક ચૈતન્ય શક્તિ પૂજા ઉપરાંત અન્ન, જળ, હવા, પશુ-પક્ષી, વૃક્ષ, પહાડ, સિંહ, વાઘ, વરુ વગેરે જડ કે ચેતન પદાર્થનો ‘કમી’માં સમાવેશ કરી તેની પૂજા કરે છે. રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને પ્રકૃતિ અને દેવી-દેવતાની પૂજા સાથે શિન્તો ધર્મનો સાંસ્કૃતિક વિકાસ થતા જીવહત્યા સાથે ભોગ બંધ કરવામાં આવ્યા અને ભોગ સ્વીકારે તે સાચા દેવ ન હોઇ તેવી ભાવના વિકસતા શિન્તો ધર્મમાં જીવહત્યા સાથેની પૂજા પ્રથા સદંતર બંધ કરી દેવામાં આવી.
5 Comments
Wonderful insights! The way you break down the complexities is commendable. For additional information on this topic, I recommend visiting: EXPLORE FURTHER. Keen to hear more opinions from the community!
I love the clean, user-friendly design of your site.
I’ve been browsing online greater than 3 hours as of late, yet I never found any attention-grabbing article like yours. It¦s lovely price enough for me. In my view, if all site owners and bloggers made just right content material as you did, the web will be much more helpful than ever before.
I was reading through some of your content on this website and I think this web site is rattling instructive! Retain putting up.
As I web-site possessor I believe the content material here is rattling magnificent , appreciate it for your efforts. You should keep it up forever! Good Luck.