કંડલા પોર્ટ (દિન દયાલ પોર્ટ) મઘ્યે તંત્ર દ્વારા ગેર કાયદેસર દબાણ ના નામે વર્ષો થી રહેતા માછીમાર મજૂર વર્ગ ( જે કંડલા પોર્ટ ના નિર્માણ પહેલા થી માછીમારી કરતા આવે છે) ના આશિયાના તોડી ને એક જ સમુદાય ના હજારો લોકો ને રસ્તે રજડતા કરી નાખ્યાં છે.. નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો , અશક્તો , બીમાર લોકો ને વહેલી પરોઢે બાહર કાઢી ને મોટા બુલ ડોજર, હિટાચી, જે સી બી વડે તોડી નાંખ્યાં હતા.