અમદાવાદ/જુનાગઢ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલે એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારે ગિફ્ટ સીટીમાંથી દારૂબંધીને હટાવવાનો જે નિર્ણય લીધો છે, તે ખુબ જ શરમજનક નિર્ણય છે. ગુજરાતની માતા બહેનો વિશે વિચાર કર્યા વગર સરકારે ફક્ત ગુજરાતમાં દારૂનું ચલણ વધારવા માટે આ નિર્ણય કર્યો છે. હાલ નિયમો હોવા છતાં પણ ચારે તરફ દારુ વેચાઈ રહ્યો છે અને હોમ ડિલિવરી પણ થઈ રહી છે જેના કારણે લઠ્ઠા કાંડ પણ થઈ રહ્યા છે અને માતાઓ બહેનો પોતાના જ ઘરમાં માર પણ ખાઈ રહી છે.
સરકારે આ બધી બાબતો પર થોડો વિચાર કરવાની જરૂર હતી. અમે આ નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ અને સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે સરકાર આ નિર્ણયને તાત્કાલિક પાછો લે નહિતર આમ આદમી પાર્ટીનો મહિલા મોરચો રસ્તા પર ઉતરશે તથા આવેદનપત્ર પણ આપીને વિરોધ નોંધાવશે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, હતી અને હંમેશા રહેશે. સંસ્કારી ગુજરાતમાં મહેમાનોના સ્વાગત દારૂથી નહીં થાય.
1 Comment
Wonderful analysis! Your insights are very enlightening. For those interested in further details, here’s a link: DISCOVER MORE. Keen to hear your views!