અખબારી યાદી
તા. ૨૦/૦૮/૨૦૨૪
કોંગ્રેસ મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ૨૧મી સદીના સ્વપ્નદ્રષ્ટા, ભારતરત્નશ્રી રાજીવ ગાંધીની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ કાર્યક્રમમાં આધુનિક ભારતના વિચારને પ્રસ્થાપિત કરનાર યુવા વડાપ્રધાનના ઉત્કૃષ્ઠ જનલક્ષી કામોને યાદ કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું કે આધુનિક દેશ બનાવી ભારતને વૈશ્વિક ફલક સુધી લઇ જવાના સ્વપ્ને સાકાર કરવા શિક્ષણ,
ટેકનોલોજી અને લોકશાહીમાં યુવાનોના યોગદાનની ભૂમિકાને કંડારનાર શ્રી રાજીવ ગાંધીની નીતિઓએ ભારતીયોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે. યુવાનોના હાથમાં મોબાઈલ, અવકાશ તરતા સેટેલાઈટ અને ગ્રામ પંચાયતમાં શાસન કરતી મહિલાઓએ રાજીવજીના દુરન્દેશી નીતિઓને આભારી છે. ભારતીય રાજકારણમાં ‘મિસ્ટર ક્લીન’ની છબી ધરાવતા રાજીવ ગાંધીને બદનામ કરવા માટે જુદા જુદા હથકંડા અપનાવામાં આવ્યા જેમાં કહેવાતા બોફોર્સ ગોટાળાની વાતો પણ છે પરતું કારગિલ યુદ્ધની જીત બાદ સેનાના ઉચ્ચ અધિકારી દ્બારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં ભારતની યુદ્ધમાં જીત એ
બોફોર્સ ટોપને શ્રેય આપવમાં આવ્યો. આજ દર્શાવે છે કે દેશની રક્ષાથી લઇ શિક્ષા સુધી રાજીવજી એ ખુબ જ કર્તવ્ય-નિષ્ઠાથી દેશહિતને હંમેશા સર્વોપરી રાખ્યું હતું. શિક્ષણ અને શિક્ષણ નીતિને રોજગાર લક્ષી બનાવી વૈશ્વિક કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે જવાહર નવોદય વિદ્યાલય, ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી જેવી મહત્વના સંસ્થાનોની રચનામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી જે આજે વિશ્વપ્રસિદ્ધ શૈક્ષણિક કેન્દ્રો બની ગયા છે. દેશનાં સર્વાંગી વિકાસ માટે સ્વ. રાજીવ ગાંધીની દીર્ઘદ્રષ્ટિએ દેશને વિશ્વની મહાસત્તાઓ સમકક્ષ દેશની સંસદમાં અભૂતપૂર્વ ફેરફારો કર્યા હતા જેનો લાભ આજે પણ દેશનાં સામાન્ય નાગરિકોને મળી રહ્યો છે.
સ્વ.રાજીવ ગાંધીજીની જન્મજયંતી નિમિતે કોંગ્રેસ મુખ્યાલયમાં આયોજિત પુષ્પાંજલિ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેશભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી, એઆઈસીસી મંત્રીશ્રી નીલેશ પટેલ, પ્રદેશ મહામંત્રી બલદેવ લુણી, પ્રદેશ મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાશ્રી હિરેન બેંકર, શ્રી રત્નાબેન વોરા, મહિલા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખશ્રી ગીતાબેન પટેલ, સોશિયલ મીડિયા ચેરમેનશ્રી ભુમન ભટ્ટ, વરિષ્ઠ નેતાશ્રી અશોક પંજાબી, શ્રી ઉમાકાંત માંકડ, શ્રી ભીખુ દવે, કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના દંડકશ્રી જગદીશ રાઠોડ, શ્રી કૃતાર્થ દવે સહીત મોટી સંખ્યામાં પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા અને રાજીવજીને સ્મરણાંજલિ અર્પણ કરી રાજીવજીના અમુલ્ય યોગદાનને યાદ કર્યું હતું.
( શ્રી હિરેન બેન્કર)
પ્રવક્તા
1 Comment
You have brought up a very great details , thankyou for the post.