અમદાવાદ:
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રાજધાની નવી દિલ્હી માટે રવાના થયા હતા. વડાપ્રધાનના પ્રવાસને લઈ એરપોર્ટ પર સુરક્ષાના કડક બંધોબસ્ત ગોઠવવામાં આવ્યા હતા અને પ્રોટોકોલ મુજબની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.


પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન મોદી દિલ્હી પહોંચ્યા બાદ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજવાના છે. આ ઉપરાંત રાષ્ટ્રીય મહત્વના વિકાસકાર્યો, નીતિગત નિર્ણયો અને આવનારા કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની સંભાવના છે. વડાપ્રધાનનો આ પ્રવાસ સંપૂર્ણપણે સત્તાવાર હોવાનું જણાવાયું છે.
અમદાવાદ એરપોર્ટ પર ભાજપના નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ તથા સુરક્ષા એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા. વડાપ્રધાનના પ્રસ્થાન દરમિયાન એરપોર્ટ પર સામાન્ય મુસાફરો માટે કોઈ અસુવિધા ન સર્જાય તે માટે પ્રશાસન દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નિયમિત રીતે રાજ્ય અને દેશના વિકાસકાર્યોની સમીક્ષા માટે દિલ્હી પ્રવાસે જતા રહે છે. તેમના આ પ્રવાસને લઈને રાજકીય તથા પ્રશાસનિક વર્તુળોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત થયું છે.
રિપોર્ટ: ચેનલ હેડ વનરાજ રાવલ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ

