સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેની બાજુમાં આવેલી એસ.ટી. બસ સ્ટેન્ડ ચોકી ખાતે ફરજ બજાવતા ૧૧૨ ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓએ પોતાની પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખોવાયેલા કિંમતી અને અગત્યના દસ્તાવેજો મૂળ માલિકને સુરક્ષિત પરત આપતાં સ્થાનિક લોકોમાં પ્રશંસાનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર, એસ.ટી. બસ સ્ટેન્ડ ચોકી ખાતે ફરજ પર હાજર કર્મચારીઓ શ્રી પિયુષભાઈ ઠાકર અને હોમગાર્ડ જવાન શ્રી કેતનભાઈ પંડ્યા પોતાની નિયમિત ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન બસ સ્ટેન્ડ નજીક રોડ પર બિનવારસી હાલતમાં પડેલી એક પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. બેગની તપાસ કરતાં તેમાં મહત્વપૂર્ણ સરકારી તેમજ વ્યક્તિગત દસ્તાવેજો હોવાનું જાણવા મળ્યું હતું.
સરકારી કર્મચારી તરીકેની પોતાની નૈતિક જવાબદારી સમજી બંને કર્મચારીઓએ તાત્કાલિક દસ્તાવેજોના મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી. દસ્તાવેજોમાં રહેલી વિગતોના આધારે તે દસ્તાવેજો શ્રી કાળુભાઈ ગજેરાના હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ કર્મચારીઓએ ત્વરિત સંપર્ક સાધી શ્રી કાળુભાઈ ગજેરાને એસ.ટી. બસ સ્ટેન્ડ ચોકી ખાતે બોલાવ્યા હતા અને જરૂરી ચકાસણી બાદ તમામ અગત્યના દસ્તાવેજો સન્માનપૂર્વક પરત સોંપ્યા હતા.
પોતાના કિંમતી દસ્તાવેજો સુરક્ષિત રીતે પરત મળતાં શ્રી કાળુભાઈ ગજેરાએ રાહતનો શ્વાસ લીધો હતો અને કર્મચારીઓ શ્રી પિયુષભાઈ ઠાકર તથા શ્રી કેતનભાઈ પંડ્યાની ઈમાનદારી, તત્પરતા અને ઉત્કૃષ્ટ ફરજનિષ્ઠા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
સ્થાનિક લોકોમાં પણ બંને કર્મચારીઓની આ ઉમદા કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પોલીસ અને ઇમરજન્સી સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ માનવતા અને વિશ્વાસના મૂલ્યોને પણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
રિપોર્ટ: સતીષ બી. પાંડે
બ્યુરો ચીફ, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ
4 Comments
Gần đây mình hay đọc thông tin tại https://fly888.club/, thấy cập nhật khá nhanh.
I’m not that muchh off a online reader too bbe hojest
buut yor sites really nice, kerep iit up! I’ll ggo aheead annd
bookmark yopur websitee to ome bsck in tthe future.
Cheers
fantastic poinnts altogether, yyou simply gaoned a neww reader.
What cold yyou suggest abut yoir pot tthat yoou simply madxe some ddays ago?
Anny positive?
Thanks on your marvelous posting! I definitely enjohed readding it, youu could
bee a greqt author. I will ensure thwt I bookmafk your blog
annd will often come back att some point. I wsnt tto encourage you to definitely continue your greeat posts, hazve a nice holidsy
weekend!
Here iss myy pagee … roloxxx.com