અખબારી યાદી
તા. ૧૭-૧-૨૦૨૪ આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની ૧૫ જિલ્લાની સંગઠન સંકલન બેઠકમાં સંવાદ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,
ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર શહેર/જિલ્લો, પોરબંદર શહેર / જિલ્લો, ગીરસોમનાથ, જામનગર શહેર / જિલ્લો, અમરેલી, રાજકોટ શહેર / જિલ્લો, બોટાદ, અરવલ્લી અને અમદાવાદ જિલ્લાના સંગઠન સંકલન બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતાં. સ્થાનિક સમિકરણો, પક્ષમાં યોગદાન સહિતની બાબતોને ધ્યાને લઈ બેલેટ પેપર પર ત્રણ સક્ષમ અને સક્રિય ઉમેદવારના નામ લખી અને બેલેટ બોકસમાં જમા કરાવવાની લોકતાંત્રિક પ્રક્રિયા નવીનત્તમ અભિગમ સાથે અમલમાં મુકવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના નિષ્ઠાવાન કાર્યકરો પાસે જે તે લોકસભા માટે આવેલ નામો ને પ્રમુખ અને પ્રભારી સમક્ષ ખોલવા માં આવશે. જિલ્લા માં થી યોગ્ય નામ આવે તે માટે ગુપ્ત રીતે નામ માંગવા માં આવ્યા હતા. લોકસભા ના ઉમેદવાર સાથે લોકસભા ની ચુંટણી માટે અભિપ્રાય સાથે ત્રણ રચનાત્મક અને સંગઠનાત્મક સૂચન માંગવા માં આવ્યા હતા. લોકો ના આશીર્વાદ થી લોકો માટે સંસદ માં ગુજરાત નો અવાજ ઉઠાવે એ માટે સારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પક્ષને નુકશાન ના થાય અને કાર્યકરોની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી શકે તેવો એક નવતર પ્રયત્ન છે. સંગઠન માં બદલાવ ને લઈ ને ટૂંક સમય માં જ સંગઠનમાં ફેરફાર થશે. લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખ અને સંગઠન માં નિમણુક કરવા માં આવશે.જે લોકો હાલમાં જવાબદારી થી મુક્ત થવા માંગતા હશે જિલ્લા-શહેરમાં ફેરફાર હાથ ધરાશે.
જિલ્લા શહેર દીઠ સંગઠન સંકલન બેઠક માં માર્ગદર્શન આપતા નિર્દેશ કર્યો હતો કે મંડલ અને સેક્ટર ની તમામ નિમણુક ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી પૂર્ણ કરવામાં આવશે. ૨૦ ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠનાત્મક સંમેલનો પૂર્ણ કરવા માં આવે ત્યાર બાદ રાજ્ય કક્ષા નું કાર્યકર્તા સંમેલન યોજવા માં આવશે. આવનારી ભારત જોડો ન્યાય યાત્રા ની તૈયારી ની સમીક્ષા ઉપર ચર્ચા કરવા માં આવી હતી. ભારત જોડો ન્યાય યાત્રા જ્યારે ગુજરાતમાંથી જે જે જિલ્લા-વિસ્તારમાંથી પ્રસાર થાય ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો સહિત તમામ સામાજીક, સ્વૈચ્છિક સંગઠનના કાર્યકર્તાઓ વધુમાં વધુ જોડાય તે માટે સ્થાનિક કક્ષાએ જનસંપર્ક અભિયાન કરીને પ્રયત્ન કરવાનો છે. ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય માટેની આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ એ દિશામાં કામ કરશો તેવી અપેક્ષા છે. મતદાન યાદી અપડેટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ છે, તમામ ને આ કવાયત માં સક્રિય રીતે ભાગ લેવાનું આહવાન કરવામાં આવ્યું. ‘ દેશ માટે દાન ‘ મુહિમ માં ભાગ લઈ વધુ માં વધુ યોગદાન આપવા કાર્યકર્તા આગેવાનો ને અપીલ કરવા માં આવી હતી.
સંગઠન સંકલન બેઠકમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા, વરિષ્ઠ આગેવાનશ્રી મધુસુદન મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શ્રી શૈલેષભાઈ પરમાર, એ.આઈ.સી.સી. મંત્રીશ્રી બી. એમ. સંદીપ, શ્રી ઉષા નાયડુ, કાર્યકારી પ્રમુખશ્રી અમરીશ ડેર, શ્રી લલીતભાઈ કગથરા, ડૉ. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદશ્રી વિક્રમ માડમ, શહેર-જિલ્લા કોંગ્રેસના પ્રભારીશ્રીઓ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, આગેવાનો હાજર રહ્યા હતા અને કોંગ્રેસ પક્ષે સંગઠનલક્ષી શરૂ કરેલ પાયાની કામગીરી અને આગામી લોકસભા ચૂંટણી અંગે ધ્યાન લઈ રચનાત્મક સૂચનો કર્યા હતા.
1 Comment
Insightful and well-written! Your points are thought-provoking. For those wanting to learn more about this topic, here’s a great resource: FIND OUT MORE. Interested in hearing everyone’s perspective!