બઢતી અને બદલી અંગે પ્રક્રિયા જ ન કરતા પ્રોફેસરોની ૩૦૮ જગ્યાઓ વર્ષોથી સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં ખાલી :ખાલી જગ્યાના કારણે ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત.
રાજ્ય સરકારની અનિર્ણાયકતાના કારણે સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો ૧૨ વર્ષે પણ મળવા પાત્ર લાભોથી વંચિત,બઢતી અને બદલી અંગે પ્રક્રિયા જ ન કરાતા પ્રોફેસરોની ૩૦૮ જગ્યાઓ વર્ષોથી ખાલી જેના લીધે ટેકનીકલ શિક્ષણ લકવાગ્રસ્ત થઈ રહ્યું હોવાની વિગતો સાથે રાજ્યના મુખ્યંમત્રીશ્રી સહિતને રજુઆત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની સરકારી ડિગ્રી-ડિપ્લોમાં ઈજનેરી કોલેજોમાં પ્રાધ્યાપકો સહિત સ્ટાફની મોટાપાયે ખાલી જગ્યા જેમા વિવિધ સંવર્ગમાં ૨૭૪૪ ના મહેકમ સામે ૧૦૦૪ જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં વર્ગ-૧માં ૩૦૮ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે છેલ્લા ૧૨ વર્ષથી બઢતી પ્રક્રિયા જ હાથ ન ધરતા ગુજરાતમાં સરકારી ૧૬ ઈજનેરી કોલેજોના વર્ગ-૧ની ૫૭ ટકા, વર્ગ-૨ ની … ટકા, વર્ગ-૩ની ૬૬ ટકા અને વર્ગ-૪ની ૭૫ ટકા જગ્યાઓ ખાલી છે.
સરકારી ૩૧ પોલીટેકનીક કોલેજોમાં વર્ગ-૧ની ૫૦ ટકા, વર્ગ-૨ની ૧૦ ટકા અને વર્ગ-૩ની ૭૦ ટકા જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. પરિણામે ટેકનીકલ શિક્ષણ પર મોટા પાયે નુકસાન થઈ રહ્યુ છે. અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓને ઘનિષ્ઠ શિક્ષણ મળતું નથી. જેની સીધી અસર ભાવિ ઈજનેરોની કારકિર્દી પર પડી રહી છે.
રાજ્યની સરકારી ઇજનેરી કોલેજોના અધ્યાપકો ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા ઉપેક્ષિત થતા હોવાની લાગણી છેલ્લા અમુક વર્ષોથી અનુભવી રહ્યાં છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા અનેક વિવિધ પડતર પ્રશ્નોની રજૂઆત સરકારશ્રીમાં છેલ્લા કેટલાક વર્ષો થી મુખ્યમંત્રીશ્રી થી લઈને નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણ સુધીના સ્તરે વારંવાર કરવા છતાં પણ તેઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આજ દિન સુધી ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ નથી.
સરકારના કોઈ પણ વિભાગમાં કોઈ કર્મચારી/અધિકારી જોડાયાના અમુક વર્ષો બાદ તેઓને ઉચ્ચતર પગાર ધોરણ અથવા બઢતી નિયમાનુસાર અને સમયસર મળી જતી હોય છે, જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણ (કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ) માટે પાછલા આઠ-આઠ વર્ષથી લાયક હોવા છતાં ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવ્યું નથી. ધણા અધ્યાપકો તો ૧૨ વર્ષ પહેલાં જે પગાર ધોરણ માં નોકરી માં જોડાયા હતા તેજ પગાર ધોરણમાં સેવા કરી રહ્યા છે. જેથી અધ્યાપકોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે.
વર્ષ ૨૦૧૨ પછી જુજ કિસ્સાને બાદ કરતા આજ દિન સુધી બઢતીની પ્રક્રિયા ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી નથી. સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-૧ ની આશરે ૫૭ ટકા જેટલી જગ્યા ખાલી છે
કેટલાય આધ્યાપકો રાજ્યના જુદાજુદા જિલ્લામાં આવેલ સરકારી ઇજનેરી કોલેજોમાં આઠ થી દસ વર્ષ ઉપરાંતના લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા છે. કેટલાક કિસ્સાને બાદ કરતા અધ્યાપકોની બદલી ની વિનંતી હોય અને સરકારશ્રી નાં નિયમાનુસાર હોવા છતાં પણ ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા બદલી કરવામાં આવતી નથી.
સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ-૩ ના કર્મચારીની અછતને કારણે વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વિદ્યાર્થી વિભાગ, હોસ્ટેલના ગૃહપતિ, લેબોરેટરી સાધનોની જાળવણી, સરકારી કાર્યક્રમો તેમજ મેળાવડાઓમાં વિદ્યાર્થીઓને લઇ જવા જેવા અનેક બિનશૈક્ષણિક કાર્યો તમેજ DTE, ACPC, GTU, KCG, SSIP વિગેરેમાં OSD તરીકે ફરજ અધ્યાપકોને સોપવામાં આવે છે. અધ્યયન તેમજ સંશોધન કાર્યના ભોગે બિનશૈક્ષણિક કામગીરી કરતા હોવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને નુકસાન થાય તે સ્વાભાવિક છે.
સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજ સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજ
મંજુર જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યાની ટકાવારી મંજુર જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યાની ટકાવારી
વર્ગ-૧ ૫૩૪ ૩૦૮ ૫૭.૬૭ ૧૭૪ ૮૪ ૪૯.૧૨
વર્ગ-૨ ૧૪૬૭ ૧૮૯ ૧૨.૮૮ ૨૨૩૨ ૧૮૨ ૮.૧૫
વર્ગ-૩ ૪૭૮ ૩૧૦ ૬૪.૮૫ ૧૦૬૦ ૭૨૦ ૬૮
વર્ગ-૪ ૨૬૫ ૧૯૭ ૭૪.૩૩ ૫૨૭ ૪૦૩ ૭૬.૪૭
(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા
1 Comment
Very informative! Your insights are highly valuable. For additional details, check out: LEARN MORE. What are everyone’s thoughts?