અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં આવેલા વિંઝોલ ગામમાં તાજેતરમાં સ્થાનિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દીપપ્રગટાવણી થઈ, તથા બાલવાટિકા અને આંગણવાડીના નાના બાળકોને AMC દ્વારા આપવામાં આવેલ કીટનું વિતરણ ગામના આગેવાનો અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્થાનિક ન્યૂઝ:ગુજરાત પ્રવાસી ન્યૂઝઅમદાવાદ
વિંઝોલ, તા. 28/06/2025:
આજના દિવસે વિંઝોલ ગામની વિંઝોલ ગુજરાતી શાળા નં-૨ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રગટાવી કરીને કરવામાં આવી. ત્યારબાદ બાલવાટિકા અને આંગણવાડીના નાનાં ભૂલકાઓને AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા કીટનું વિતરણ કરવામાં આવ્યું.
આ વિતરણ સમારોહમાં ગામના અગ્રણીઓ કલ્પેશસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ રાઠોડ, સંજયભાઈ ગઢવી, છત્રસિંહ રાઠોડ, વિજયસિંહ સહિત વાલ્મિકી શિક્ષણ અભિયાન ટ્રસ્ટના પ્રમુખ શ્રી દાશરથભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.
શાળાની આચાર્યશ્રી આરતીબેન જોશી તથા તમામ શિક્ષકગણ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભવાઈ હતી.
અંતે દાશરથભાઈ વાઘેલાએ શાળા પરિવારમાંથી આમંત્રિત કરાયેલા તમામ આગેવાનો અને કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો.
📞 સંપર્ક:
દાશરથભાઈ વાઘેલા
📱 81601 16990, 98792 98446
જય હિન્દ | જય ભારત | ભારત માતા કી જય | વંદે માતરમ્