ગુજરાતની ભાજપ સરકારે અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આના કારણે સામાન્ય જનતાને ખૂબ જ આર્થિક તંગી ભોગવવી પડી રહી છે. સ્માર્ટ મીટરમાં અનેક ખામીઓ હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સ્માર્ટમીટરની યોજનાની રદ કરાવવા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ભરૂચ, જામનગર, ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે લોકો ખૂબ જ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે અને સ્માર્ટ મીટરની યોજનાએ લોકોને વધુ આર્થિક ભીંસમાં મૂકી દીધા છે. જેના કારણે આજે લોકોમાં ખૂબ જ ગુસ્સો અને નારાજગી છે. વડોદરા, સુરેન્દ્રનગર, સુરત સહિત અનેક શહેરોમાં લોકોએ સ્વયંભૂ રસ્તા પર ઉતરીને સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતની સામાન્ય જનતા સાથે અડીખમ ઉભી છે.
આમ આદમી પાર્ટીની માંગણી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર યોજનાને રદ્દ કરવાનો નિર્ણય લે અને દિલ્હી અને પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટીની સરકાર 200-300 યુનિટ મફત વીજળી આપે છે, તે જ રીતે ગુજરાતમાં પણ ફ્રી ૩૦૦ યુનિટ વીજળી પ્રતિ મહિને લોકોને આપે. જો સરકાર સ્માર્ટ મીટરની યોજના રદ નહીં કરે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી ઘરે ઘરે જઈને સરકાર અને પ્રાઇવેટ કંપનીઓની મીલીભગત અને લૂંટ વિશે લોકોને જાગૃત કરશે અને ખૂબ જ મોટું આંદોલન કરશે. અને જેનું વીજળીનું કનેક્શન કંપની કાપી નાખશે તેનું કનેક્શન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડી આપશે અને લોકોને બિલ ન ભરવા માટે અપીલ કરવામાં આવશે.
સરકાર હાલ લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ પણ નાખીને જે ભાર વીજળી કંપનીઓએ ઉઠાવવાનો હોય તે ભાર લોકો પર નાખી દીધો છે. હાલ ગુજરાતમાં 34 લાખ પરિવારો રેશનનું અનાજ મેળવીને પોતાનું ગુજરાત ચલાવે છે તો પછી કઈ રીતે તેઓ વીજળીના મસમોટા બિલો ભરશે? ગુજરાતમાં ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પર કામ કરવાવાળા લોકો, ખેડુતો, મજૂરો ખૂબ જ ઓછી આવકમાં પોતાનું ગુજરાત ચલાવતા હોય છે અને આવા લોકો પર સ્માર્ટ મીટર મરણતોલ ઘા સમાન છે. માટે અમારું માનવું છે કે સરકારે આ યોજના રદ કરી દેવી જોઈએ અને લોકોને ૩૦૦ યુનિટ મફત વીજળી આપવી જોઈએ.
1 Comment
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.