(Ashwin Agarwal)
આત્મનિર્ભર “ભારત”ના ધ્યેયને સાકાર કરવા કુદરતી ખેતી માધ્યમ થી ખેડૂતોની આવક બમણી ઉપજ અને વ્યાજબી ભાવ ખેડૂતોને મળી રહે વારંવાર સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરતા સાંભળતા રહ્યા છે |
ખેડૂતો થી પાક ધાન અને માલની સીધી ખરીદી ગુજકોમાસોલ કરી પીપીપી ધોરણે શુરુ કરવામાં આવેલ સુપર માર્કેટ ખાતે ખાધ સામ્રગી નું વેચાણ પ્રાઈવેટ મલ્ટીપલ સ્ટોલો ની માફક એક જ સ્થળે શરુ કરવામાં આવેલ છે |
એડીસી બેંક ના ચેરમેન અજય પટેલ, ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી ના વરદ હસ્તે દશેરા 2024 ના રોજ અમદાવાદ સાયન્સ સિટી રોડ પર રાજ્ય નો પહેલો ગુજકોમાસોલ સુપર માર્કેટ સ્ટોલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે , તે દરમિયાન ખરીદ કરનાર આમ જનતા એ અનુભવ જણાવતા ભાવ ની સાથે ક્વોલિટી મળી શકશે આશા વ્યક્ત કરી હતી |
પીપીપી મોડલ થી પ્રથમ સ્ટોલના ઉદ્ઘાટન બાદ રાજ્યમાં ગુજકોમાસોલ સ્ટોલ શરુ કરવા માટે 50 ઇન્ક્વાયરી મળી છે | દિલીપ સંઘાણી એ જણાવતા એક વર્ષમાં તાલુકા,જિલ્લા,મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ગુજરાત કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન (ગુજકોમાસોલ)પીપીપી ધોરણે સુપર માર્કેટ ની શરૂઆત કરવામાં આવશે તે પહેલા 1 મહિનામાં 4 બીજા સ્ટોલ શરુ થવા ના છે |
સ્ટોલ શરુ કરવા ની ઇન્કવાયરી કરનાર બિઝનેસમેનો કોણ કોણ પ્રથમ રસ દાખવી રહ્યા છે ? અન્ય કોણ કોણ કયા જિલ્લામાં રસ દાખવી રહ્યા છે ? સુપર સ્ટોર શરૂ કરવા કેટલું રોકાણ કરવું પડશે ? રોકાણ કરનાર બિઝનેસમેનને કેટલો ફાયદો થશે? દિલીપ સંઘાણીએ પ્રશ્નોના જવાબમાં માહિતી આપતા ગુજકોમાસોલ ના રજિસ્ટર્ડ સિમ્બોલ હેઠળ સ્ટોલ શરુ કરવાની પહલી શરત છે l
સ્થાનિક બજારમાં સાથે હરિફાઈ ખેડ઼ુતો અને જનતા ના હિત માં ધ્યાન રાખીને જનતા ને વધારે ફાયદા ની સાથે પોષણ યુક્ત ક્વોલિટી બજારમાં મળતી રહેવાની છે | રાજ્યભરમાં પીપીપી મોર્ડલ ના સ્ટોલ શરુ કરવા ગુજકોમાસોલ યોગ્ય નીતિ બનાવી રહ્યું છે l જાહેર જનતા અને ખેડૂતોના હિત પ્રાથમિકતા રાખીને લાભો સુનિશ્ચિત કરવા નીતિ બનાવી રહ્યા છે | ખેડૂત મહાસંઘ ગુજકોમાસોલ સાથે સીધો વેપાર કરીને, ગ્રાહકોને કઈ રીતે ફાયદો થશે? ઓનલાઈન બુકિંગ સાથે હોમ ડિલિવરી શરૂ કરવામાં આવશે | ઓર્ગેનિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલી ખાદ્ય સામગ્રી, વસ્તુઓ સીધી ગૃહિણીના રસોડામાં પહોંચાડવામાં આવશે l સુપરમાર્કેટ ચેન દ્વારા યુવાનોને રોજગારી પુરી પાડવામાં આવશે ખેડૂતોની આવક બમણી થવાની ફાયદો મળશે|
ખેડૂતોની જમીન માટે ખેત પેદાશ ઉત્પાદન કરવા ખાતર બિયારણ જંતુનાશક દવાઓ ગુજકોમાસોલ સહકારી સંસ્થાના માધ્યમથી પહોંચાડી રહ્યું છે સરકારની દેખરેખ થી ખેડૂતો તેમના ઉત્પાદનનો સીધો વેપાર જનતા સાથે કરતાં ખેડૂતોના હિતમાં રહેશે | “અજય પટેલ ADC બેંકના ચેરમેન”
ગુજકોમાસોલ સુપર માર્કેટ પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન પ્રસંગે એડીસી બેંક ના ચેરમેન અજય પટેલ મુખ્ય મહેમાન એ જણાવ્યું , 2014માં દેશમાં ખેડૂતોના હિતમાં ઓર્ગેનિક ખેતી અને ઉત્પાદન પર મોદી સરકારે ભાર મૂક્યો હતો ,ડેરી ઉદ્યોગ અને સહકારી નિગમને જોડી ખેડૂતોના હિત લક્ષી નિર્ણય સૌ પ્રથમ સફળ થયો છે |
વર્તમાન સમયમાં ગ્લોબલાઇઝેશન વિશ્વ માટે પડકાર છે, કુદરતી સંપદા બચાવવા ગુજરાત જૈવિક ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધર ડેરીમાં ઓર્ગેનિક પરીક્ષણ મશીન લગાવ્યું છે.ખેડૂતોની આવક વધારવા અને સમસ્યાઓના નિરાકરણ આવ્યું છે ,રાજ્યમાં એક વર્ષમાં 250 ગુજકોમાસોલ સ્ટોલ પીપીપી મોડલ દ્વારા શરૂ થવા જઈ રહ્યા છે l
મોદી સરકાર દ્વારા દેશમાં સૌ પ્રથમવાર અલગ સહકારી મંત્રાલય શરૂ કરવામાં આવેલ છે, તેનો ઉદેશ્ય ખેડૂતોને તેમના પાક પર પુરુ વળતર મળે ખેતી અને ખેડૂતોની જમીન બચાવવા નો ઉદ્દેશ્ય સફળ થશે |
ઉદઘાટન પ્રસંગે અજય પટેલે ગુજકોમાસોલના પ્રમુખ દિલીપ સંધાણી સુપર માર્કેટમાં 100 ફૂટ જગ્યા જેનરિક દવા ના વેચાણ માટે ફાળવવામાં આવે અનુરોધ કર્યો હતો ,જેથી કરીને રાજ્યના લોકોને પ્રાકૃતિક ચીજવસ્તુઓ સાથે કુદરતી દવા પણ મળી શકે |
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાબાદ