ગાંધીનગર, ગુજરાત: રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ ચુંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ બેઠકને ભાજપા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી ફરીથી પ્રભુત્વ જાળવી રાખવા માટે મજબૂત વ્યૂહરચના ઘડી રહી છે. બેઠક દરમિયાન જિલ્લા અને તાલુકા સ્તરના નેતાઓ, સંગઠનના મહત્વપૂર્ણ હોદેદારો અને ચૂંટણી સંબંધી જવાબદારીઓ સંભાળતા કાર્યકરો પણ જોડાયા હતા.
બેઠક દરમિયાન ચૂંટણી માટેની સંપૂર્ણ વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. તેમાં ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું:
- યોગ્ય અને જીતુ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા
- બૂથ સ્તર સુધી સંગઠનને વધુ સક્રિય બનાવવું
- મતદારો સાથે સીધો સંપર્ક વધારવા માટે અભિયાન
- સરકારના વિકાસ કાર્યો અને યોજનાઓને જનતા સુધી પહોંચાડવી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે છેલ્લા કેટલાય વર્ષોમાં વિકાસના અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે, જે ચૂંટણીમાં પાર્ટી માટે મજબૂત આધાર સાબિત થશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા એ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે દરેક કાર્યકર પાર્ટીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. તેમણે કહ્યું કે જીત માટે એકજૂટતા અને સંકલન ખૂબ જરૂરી છે.


તેમણે ખાસ ભાર મુક્યો કે દરેક બૂથ પર મજબૂત વ્યવસ્થા ઉભી કરવી અને દરેક મતદારો સુધી પહોંચવું એ જ સફળતાની ચાવી છે.
આ બેઠક પછી સ્પષ્ટ થયું છે કે ભાજપા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે સક્રિય બની ગઈ છે. પાર્ટી હવે આગામી દિવસોમાં પ્રચાર અભિયાન, જનસભાઓ અને વિવિધ કાર્યક્રમો દ્વારા જનતા સુધી પહોંચવાની તૈયારી કરી રહી છે.
રાજકીય નિષ્ણાતોના મતે, આ બેઠક ભાજપાની ચૂંટણી તૈયારીને વધુ ગતિ આપશે અને સંગઠનને એક નવી દિશા આપશે.
રિપોર્ટ: વનરાજ રાવલ
ગુજરાત પ્રવાસી ન્યૂ
www.gujaratpravsi.com


7 Comments
Địa chỉ: 1048 Đ. Lê Đức Thọ, Phường 16, An Hội Đông, Hồ Chí Minh, Việt Nam
Üsküdar Banyo Su Kaçağı Tespiti Kombi tesisat kaçağı bulundu. https://metacouture.co/read-blog/19081
ProDentim is a modern oral-health supplement formulated with specialized probiotics and naturally sourced ingredients to help maintain firm teeth
NerveCalm is a high-quality nutritional supplement crafted to promote nerve wellness, ease chronic discomfort, and boost everyday vitality.
PurDentix is a revolutionary oral health supplement designed to support strong teeth and healthy gums. It tackles a wide range of dental concerns, including gum inflammation and tooth decay
AquaSculpt is a high-quality metabolic support supplement created to help the body utilize fat more efficiently while maintaining steady
Boostaro is a modern mens wellness formula created to support daily vitality, stamina, and confidence through a practical, natural routine.