અખબારી યાદી ૦૬-૧૨-૨૦૨૪
સુરતના નકલી સર્ટીફીકેટ કૌભાંડ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સુરતના રસેશ ૨૦૨૧માં ડૉક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા. હાલ કોંગ્રેસ પક્ષમાં કોઇ પણ પ્રકારના પદ કે જવાબદારી સંભાળતા નથી. રસેશ ગુજરાતી સામે કાયદા પ્રમાણે કાર્યવાહી થાય. કાયદો કાયદાનું કામ કરશે. ખોટું કર્યું હશે તો કાનૂની પગલા ભરવા જોઈએ, કાર્યવાહી થવી જોઈએ. કોંગ્રેસ કોઈ પણ ગુનેગારને છાવરવાનો ક્યારેય પ્રયાસ કરતી નથી. ભાજપના પ્રવક્તાઓને અચાનક ઓક્સિજન મળી ગયો હોય તેવું લાગે છે. સમગ્ર રાજ્યમાં ફૂલ્યા – ફાલ્યા ચાલતા નકલીના ગોરખ ધંધા PMO/CMO/CBI અને હવે નકલી ED ટીમ અંગે સદંતર મૌન સેવતા ભાજપાના નેતાઓ કેમ ભાગેડુવૃતિ ધરાવે છે ? રાજ્ય છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમય થી કાંડ – કૌભાંડોમાં સંડોવાયેલા ભાજપાના પદાધિકારીઓને રાજકીય આશ્રય આપનારાઓ જે તે બનાવ વખતે ડાહી ડાહી વાતો કરે છે. કોભાંડીઓ – ગુન્હેગારો સામે નક્કર પગલા ભરવાને બદલે યેન – કેન પ્રકારે ગુન્હેગારોને બચાવવાના ભાજપાના નેતાઓની કામગીરી અનેક વખત ગુજરાતમાં સામે આવી છે. તે મુદ્દે ભાજપા જવાબ આપે
ભાજપ સરકારમાં છેલ્લા 20 વર્ષથી ગામથી લઈને ગાંધીનગર સુધી ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલી રહ્યા છે અગાઉ અનેક કૌંભાંડો સામે આવ્યા જેમાં ભાજપના નેતાઓના કનેક્શન સામે આવ્યા છે. ગુજરાતના નાગરિકોના જીવન સાથે રમત રમનારાઓ સાથે ભાજપાના પદાધિકારીઓ સીધા સંકળાયેલા હોવાનું સામે આવે ત્યારે ભાજપાના પ્રવક્તાઓ મોટા ભાગે મોઢું સીવી લેતા હોય છે. ભાજપના નેતાઓ કૌભાંડમાં સામેલ હોય ત્યારે કેમ ભાજપના પ્રવક્તા બોલતા નથી ? ભાજપની ભ્રષ્ટ સરકારના કારણે ગુજરાતીઓ લૂંટાય છે. ભાજપ શાસનમાં કાંડ અને કૌભાંડ સમગ્ર દેશમાં અવ્વલ નંબર પર છે. કૌભાંડીઓને ભાજપનો ખેસ પહેરાવીને ભાજપ લૂંટનું લાઇસન્સ આપે છે. ભાજપના નેતાઓએ કોંગ્રેસને સલાહ અપાવાની કોઈ જરૂર નથી. હકીકતમાં ભાજપા સરકાર કાંડ-કોભાંડીઓને બચાવવાનું – રાજકીય આશ્રય આપવાનું બંધ કરે
( ડૉ. મનિષ એમ. દોશી )
મીડિયા કન્વીનર અને પ્રવક્તા