અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના હોસ્પિટલ કેર કમિટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનોદ પરમારે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, આજ રોજ SVP હોસ્પિટલમાં કલોલથી સંગીતાબેન નામના દર્દીને બપોરે 3 વાગે દાખલ કરવામાં આવે છે. તેમને બીમારીમાં સર્વાંયકલ થયું હતું અને તેમની પાછળ પીઠમાં નસ દબાતી હતી, જેની સારવાર માટે તેમને લાવવામાં આવ્યા હતા, ત્યાં કોઈ દવા આપવાથી રિએકશન આવ્યું હતું. ડૉક્ટરે એમને ઈન્જેકશન આપ્યું જેથી એમને ગભરામણ થવા લાગી તો એમને ઓક્સીઝન ની જરૂર જણાઈ. પરંતુ ત્યાં 2 સિલિન્ડરમાંથી ઓક્સિજન આપવાનો પ્રયત્ન કર્યો પણ ઓક્સિજન આવ્યું જ નહિ અને 3 સિલિન્ડર લગાવ્યા ત્યારે ઓક્સિજન મળ્યો. પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું અને દર્દીનો જીવ ગયો, આ ડૉક્ટરની ભૂલ સાથે પ્રસાશનની ભૂલ પણ છે.
કોઈ સાંભળવા તૈયાર નથી અને દર્દીના સગા મૃતકની લાશ લઇ જવા તૈયાર થયાં તો પોસ્ટ મોર્ટમની ઝિદ લઇને હોસ્પિટલવાળા બેઠા, પોલીસ બોલાવી પોસ્ટમોર્ટમ કરાવવાની ઝિદ લઇને પરિવારને હેરાન કરવા પોલીસ બોલાવી, અમારી હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીની ટીમ, વિનોદ પરમાર સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી, નવઘણ જાદવ મહામંત્રી, જગદીશ કલાત્મિક મંત્રી અમદાવાદ અને કલોલ તાલુકા પ્રમુખ ભરતભાઈ બપોરના બનાવ બનેલથી લઈને રાતે મોડા સુધી હાજર રહ્યા. પ્રશાસનને સમજાવટ કરી પરંતુ એમની બેદરકારી એમને ના દેખાય અને મરનાર બેનના છોકરાના રુદન અને તેમના ઘરવાળાભાઈ નો વિલાપ કોઈ ના કાને અથડાયો નહિ, કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં કઈ ને કઈ તકલીફ રહેલી છે, જે ઉડી ને આંખે વળગે છે.
જે રીતે સત્તામાં ચૂર કોર્પોરેશનના અધિકારીઓને હોસ્પિટલમાં પંખાનો અભાવ, પાણીના કુલરની અછત, લિફ્ટના પ્રોબ્લેમ, સ્ટાફની અછત અને આવી ઘોર બેદરકારી ઓક્સિજન પ્લાન્ટનુ રેગ્યુલર ચેકીંગ ના થવું કોઈ ને દેખાતું નથી, આ બધી સુવિધાના અભાવમાં દર્દીનો જીવ જાય તો જવાબદાર કોણ? સંગીતા બેનના કેસમાં જો પોસ્ટમોર્ટમ કરવું પડશે તો એમના સગાની માંગણી પેનલ પોસ્ટ મોર્ટમની છે અને જો એમાં કઈ અજુકતું કારણ મળશે તો શુ પ્રસાશન ડૉક્ટર કે ઓક્સિજનના પ્લાન્ટ ઓપરેટર પર કે અન્ય કોઈ પર કડક કાર્યવાહી કરશે કે કેમ એ મોટો પ્રશ્ન છે.
SVP હોસ્પિટલે માનવતાની હદ ત્યારે વટાવી જયારે પેશન્ટ પાસે PMJY કાર્ડ હોવા છતાં પેશન્ટને મૃત જાહેર કર્યા પછી એ તેની લાશ લેવા માટે પણ SVP હૉસ્પિટલએ 8000 કરતા વધારેનું બિલ બનાવ્યું અને ત્યાર બાદ મૃતકની લાશ સોંપવામાં આવી. શું આ છે AMCની કામગીરી.? શું AMC કમિશનરનું ધ્યાન અહીંયા સુધી નહી જતું હોય? આમ આદમી પાર્ટી હૉસ્પિટલ કેર કમિટીએ તપાસ કરી કે પેશન્ટને આવતા પહેલાં 5000 જમાં કરાવવા પડતા હોય છે. તો શું ગરીબ અને સામાન્ય માણસોએ SVP હૉસ્પિટલમાં નહી આવવાનું? શું આ SVP હૉસ્પિટલનું માત્ર AMCએ વ્યાપાર કરવા માટે પ્રાઈવેટીકરણ કર્યું છે? શું અહીંયા PMJYમાં માત્ર ઓપરેશન માટે જ ઉપયોગ કરવામા આવશે? આ સીવાય બીજી કોઈ સારવારમા ઉપયોગ કરી શકતા નથી. આવુ SVP હૉસ્પિટલના તંત્રનુ કહેવુ છે. તો આ સામાન્ય જનતા જે પોતાનાં પરસેવાની કમાણીનો જે ટેક્સ ભરે છે અને SVP હૉસ્પિટલ AMC ના હેઠળ આવે છે તેવું આપ ફાઈલ ઉપર પણ વાંચી શકો છો. તો શું ત્યાં સામાન્ય જનતાને ફ્રી SVP હૉસ્પિટલમાં સુવિધાનો કોઈ અધિકાર નથી? આ પ્રશાસનને અમારો સવાલ છે કે કયા સુધી
સામાન્ય જનતાનું શોષણ કરતા રહેશો?
1 Comment
This article had me hooked! For those curious, here’s more: DISCOVER MORE. What are your thoughts?