આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે:- શ્રી સી.આર.પાટીલ
આપ સૌ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં પ્રગતિ કરવામાં સંકલ્પબધ છીએ:- શ્રી સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લા/શહેર તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 2000 થી વધારે કાર્યકર્તાઓ, જીલ્લા/તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ વિધાનસભા ચૂંટણીના પૂર્વ ઉમેદવારશ્રીઓ, સહકાર ક્ષેત્રના અગ્રણીશ્રીઓ, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ સહિત વિવિધ પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના
શ્રી અર્જુનભાઈ ખાટરીયા, જીલ્લા પંચાયત સદસ્યશ્રીઓ શ્રી શારદાબેન ધડુક, શ્રી મિરાબેન ભાલોડીયા શ્રી ગીતાબેન રણજીતભાઈ ચાવડા, શ્રી ગીતાબેન ચૌહાણ, કોટાણી APMC માર્કેટના ચેરમેનશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, વાઇસ ચેરમેનશ્રી બાબુભાઇ સાવલિયા, જીલ્લા દૂધ ઉત્પાદકસંઘના ડિરેક્ટરશ્રી સુરેશભાઇ લુણાગરીયા સહિત સહકારી ક્ષેત્રના આગેવાનશ્રીઓ, ઉપપ્રમુખ મહિલા અને બાલ સંગઠન દિલ્લી શ્રી મીનાબેન ઠાકર, જીલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા સહિત કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
માન.પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજીએ સંબોધન કરતાં જણાવ્યુ કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ જ્યારે દુનિયામાં સૌથી આગળ નીકળવાના પ્રયત્નમાં છે ત્યારે તેમના હાથ મજબૂત કરવા માટે આપ સૌએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયને હું આવકારું છું. આપના દ્વારા અને આપની સાથે મળીને ગુજરાત અને સમગ્ર દેશને મજબૂત કરવામાં મોદી સાહેબને ખૂબ મદદરૂપ થઈએ તેવો પ્રયત્ન કરવાનો છે. માન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાર અલગ અલગ સેક્ટરમાં કામ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ દેશનો યુવાન જેની જવાબદારી મોદી સાહેબે લીધી છે અને સંકલ્પ બદ્ધ થયા છે કે તેમના માટે કામ કરશે. આ દેશની મહિલા બહેનોને સુરક્ષિત કરવી તેમણે આર્થિક પગભર કરવી અને તેમના અધિકારો આપવા માટે મોદી સાહેબ સંકલ્પ બદ્ધ છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને 50 ટકા રિઝર્વેશન આપીને તાલુકા/જીલ્લા પંચાયતમાં, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ અધિકાર અપાવ્યો હતો અને પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર કોઈએ બહેનો માટે 33 ટકા બહેનો લોકસભા, વિધાનસભામાં હોવી જોઈએ તેનો નિર્ણય આદરણીય મોદી સાહેબે કર્યો છે. આદરણીય મોદી સાહેબે ખેડૂતોની ચિંતા કરી અને તેમના હિતમાં નિર્ણયો કર્યા છે. આ દેશનો ખેડૂત જેને આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર સ્થિતિમાં ના હોવો જોઈએ તેને પોતાના અધિકારો પ્રાપ્ત કરવા માટે કોઈ અરજી નહીં કરવી પડે તે પ્રકારની યોજનાઓ દ્વારા ખેડૂત ભાઈ બહેનોની આવક બમણી કરવા માટેનો જે નિર્ધાર છે તેને સફળતા પૂર્વક અમલ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખેડૂતોના ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા કોઈપણ દલાલ કે વચોટિયા વગર સીધા ખાતામાં પહોંચાડવાનું કામ કર્યું છે.
શ્રી પાટીલજીએ વધુમાં જણાવ્યુ કે, જે કોંગ્રેસ જાતિના ભાગલા પાડતી, જે કોંગ્રેસ ભાષાના ભાગલા પાડતી અને રાજ કરતી હતી તે આજે માન.નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્ઞાતિવાદને નાબૂદ કર્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાર વ્યાખ્યા કરી ગરીબ, કિસાન, મહિલા, યુવા એમ ચારેય સેક્ટરને મજબૂત કરવાનું કામ કર્યું છે. વિશ્વકર્મા યોજના દ્વારા જેમાં ક્યારેય કોઈએ ધ્યાન નથી આપ્યું તેના માટે પણ કામ કર્યુ છે. દેશના માછીમાર ભાઈઓને વિવિધ યોજનાઓ દ્વારા મદદરૂપ થવાનું કામ કર્યું છે. આપ સૌ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની બધી જ યોજનાઓમાં વિશ્વાસ રાખીને અને મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ રાખીને જ્યારે આપ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો ત્યારે અમે સૌ કાર્યકર્તાઓ આપની સાથે જોડાઈને આપણે ગુજરાતને વધુ ઝડપમાં પ્રગતિ કરવામાં સંકલ્પબધ છીએ. આપણાં ગુજરાત દ્વારા આ દેશનો વિકાસ થાય તેવું સૂત્ર મોદી સાહેબે આપ્યું છે તેને આપણે સાર્થક કરીએ.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષશ્રીઓ શ્રી ડૉ.ભરતભાઇ બોઘરા, શ્રી જયંતિભાઈ કવાડીયા, પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઈ પટેલ, માન.મંત્રીશ્રીઓ શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી ભાનુબેન બાબરિયા, શ્રી કુવરજીભાઈ બાવળીયા, ધારાસભ્યશ્રીઓ શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી જગદીશભાઇ મકવાણા, શ્રી કેતનભાઈ ઇનામદાર, પૂર્વ મંત્રીશ્રી બ્રીજેશભાઈ મેરજા, શ્રી હિમાંશુભાઈ પટેલ, રાજકોટ જીલ્લા પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જીલ્લા પ્રભારીશ્રી ધવલભાઈ દવે, વડોદરા પ્રમુખશ્રી સતિષભાઇ નિશાળિયા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ.યજ્ઞેશ દવે
(પ્રદેશ મિડિયા કન્વીનર)

6 Comments
Great read! The depth and clarity of your analysis are impressive. If anyone is interested in diving deeper into this subject, check out this link: DISCOVER MORE. Looking forward to everyone’s thoughts!
Thank you, your article surprised me, there is such an excellent point of view. Thank you for sharing, I learned a lot. http://cours-du-slp.cryptostarthome.com
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.
Can you be more specific about the content of your article? After reading it, I still have some doubts. Hope you can help me.
Your article helped me a lot, is there any more related content? Thanks!
Thank you for your sharing. I am worried that I lack creative ideas. It is your article that makes me full of hope. Thank you. But, I have a question, can you help me?