દાહોદ (ગુજરાત):
આજ રોજ મંગળવાર, તારીખ 27 જાન્યુઆરી 2026ના રોજ દાહોદ જિલ્લાના વણબોરી ગામ ખાતે નવા નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય સુવિધાઓના વિસ્તરણ અને ગ્રામ્ય જનતાને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું.


લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રીશ્રી રમેશભાઈ કટારા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માનનીય સાંસદ જશવંતભાઈ બાબોર તથા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીજી વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા.
કાર્યક્રમ દરમિયાન તમામ મેડિકલ સ્ટાફ, આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ વણબોરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહેમાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાં અંગે માહિતી આપવામાં આવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી સ્થાનિક નાગરિકોને થનારા લાભોની ચર્ચા કરવામાં આવી.


આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતાં હવે વણબોરી તથા આસપાસના ગામોના લોકોને મૂળભૂત સારવાર, માતા-બાળ આરોગ્ય સેવાઓ અને તાત્કાલિક આરોગ્ય સહાય નજીકમાં ઉપલબ્ધ થશે, જે ગ્રામ્ય આરોગ્ય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પગથિયું સાબિત થશે.
રિપોર્ટર: પાર્થ ગેલ્હોર
ગુજરાત પ્રવાસી ન્યૂઝ

