વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને પક્ષપલટો કરનાર ભાજપ નેતાના વાણીવિલાસ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના વિસાવદર મતવિસ્તારની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપમાં જોડાઈ પક્ષપલટો કરી લાભાર્થી ભુપત ભાયાણીએ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલજી પર કરેલ આપત્તિજનક ટિપ્પણી ઘણી ગંભીર બાબત છે વિસાવદરની જનતા સાથે વિશ્વાસઘાત કરીને ભાજપ લાભાર્થી ભુપત ભાયાણી વિસાવદરની સૌરાષ્ટ્રની જનતાને જવાબ આપે કે વિસાવદરની જનતાના મતથી ચૂંટાયા પછી વિશ્વાસઘાત કરીને ભાજપમાં કેટલામાં ગોઠવણ કરી ? કઈ મજબૂરી હતી? કયા જુના કેસ હતા કે જેના કારણે દબાણ થી પક્ષપલ્ટો કરવો પડે ? ભાજપના વરિષ્ઠ નેતાઓ દેશની મહિલાઓ પર આપત્તિજનક નિવેદનો કરે, મહિલાઓના સ્વમાન પર હુમલો કરે તેમ છતાં ભાજપના મુખ્ય નેતાઓ એક શબ્દ પણ મહિલાઓના સન્માન માટે ઉચ્ચારી ના શકે તે બતાવે છે કે મત માટે ભાજપને મહિલાઓ યાદ આવે છે બાકી મહિલાઓના અપમાન સમયે મૌન પસંદ છે.ભાજપના નેતાઓ એક પછી એક વાણીવિલાસ કરી રહ્યા છે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી વિશે ભુપત ભાયાણીએ કરેલા વાણી વિલાસ અને ટિપ્પણી અંગે જાહેરમાં માફી માંગે.ભાજપના એક પછી એક નેતા ગમે તેવા આપત્તિજનક ટીપણીઓ કરીને નિમ્ન કક્ષાની માનસિકતાનું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ પણ આવા આપત્તિજનક નિવેદન કરનાર પર સખત પગલાં ભરે એવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
હિરેન બેંકર
પ્રવક્તા
1 Comment
Very informative and funny! For those curious to know more, check out: FIND OUT MORE. Let’s discuss!