गुजरात प्रवासी न्यूज़
આમ આદમી પાર્ટી વિસાવદરના ખેડૂતોને યુવાનોને અને જનતાને ન્યાય આપવા માટે વિસાવદરના ચૂંટણીના મેદાનને ઉતરી છે. હાલ આમ આદમી પાર્ટીના વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા પુરા જોશ સાથે વિસાવદર ભેસાણ વિસ્તારના ગામે ગામની મુલાકાત લઈ રહ્યા છે, લોકોના પ્રશ્નો જાણી રહ્યા છે,
સંવાદ કાર્યક્રમ યોજી રહ્યા છે અને પ્રચાર અભિયાનને આગળ ચલાવી રહ્યા છે. આજે જુનાગઢ તાલુકાના વડાલ ગામે વિસાવદર ભેંસાણ જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાના જનસંપર્ક કાર્યાલય ‘ગિરનાર ભવન’ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉમેદવાર ગોપાલ ઇટાલીયા સહિત,
ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને પ્રદેશ સહ પ્રભારી દુર્ગેશ પાઠક મુખ્ય અતિથિ રૂપે ઉપસ્થિત રહ્યા હતા, સાથે આમ આદમી પાર્ટી પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ સંગઠન મંત્રી રાકેશ હીરપરા, સૌરાષ્ટ્ર ઝોન સંગઠન મંત્રી રાજુભાઇ બોરખત્રીયા અને જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની ઉપસ્થિતિમાં ગિરનાર ભવન ગોપાલ ઇટાલિયા જન સંપર્ક જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું.
‘ગિરનાર ભવન’ તાલુકાના પ્રશ્નોના નિરાકરણનું કેન્દ્ર બની રહે તેવા સંકલ્પ સાથે કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. ‘ગિરનાર ભવન’ જનસંપર્ક કાર્યાલયના શુભારંભ પ્રસંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો, રત્નકલાકારો, પશુપાલકો, વેપારીઓ, સામાજિક અગ્રણીઓ, યુવાનો સહિત આમ આદમી પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો, સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ ગોપાલ ઇટાલીયા અને આમ આદમી પાર્ટીને સમર્થન આપ્યું હતું અને આવનારી ચૂંટણીમાં ગોપાલ ઇટાલીયાને વિસાવદરમાં વિક્રમ જનક માર્જિનથી જીતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
2 Comments
magnificent post, very informative. I wonder why the other specialists of this sector do not notice this. You should continue your writing. I am sure, you’ve a huge readers’ base already!
Hi , I do believe this is an excellent blog. I stumbled upon it on Yahoo , i will come back once again. Money and freedom is the best way to change, may you be rich and help other people.