અમદાવાદ, 29 જૂન 2025, રવિવાર:
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિશ્વ સોશિયલ મીડિયા દિવસની પૂર્વસંધ્યાએ ‘બૌદ્ધિકતાનાં નવ્ય પરિમાણ (AIના સંદર્ભે)’ વિષય પર એકદિનિય મેરેથોન પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ્ઞાનમય કાર્યક્રમ સવારે 9:00 કલાકે શરૂ થઇ સાંજના 5:15 વાગ્યા સુધી ગાંધી આશ્રમ રોડ સ્થિત પરિષદના પ્રવૃત્તિ ભવનમાં યોજાયો હતો.
કાર્યક્રમની ઉદ્દઘાટન બેઠકનું નેતૃત્વ શ્રી હેમાંગ રાવલે કર્યું અને પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદીએ અધ્યક્ષીય ઉદ્દબોધનઆપ્યું. કવિ અને ટ્રસ્ટી શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ તથા જાણીતા પત્રકાર શ્રી ધૈવત ત્રિવેદીએ વિશિષ્ટ વક્તવ્ય આપ્યા હતા. આ સત્રનું સંચાલન સુશ્રી હાર્દી ભટ્ટે કર્યું.
આગામી બેઠકોમાં ‘AI – સહયોગ કે સંઘર્ષ’, ‘મનોમંથન’ અને ‘AI સાથે મુકાબલો (Live Workshop)’ જેવા મુદ્દાઓને સ્પર્શવામાં આવ્યા. જાણીતા તજજ્ઞો જેમ કે શ્રી સંજય ચૌધરી, એટર્ની જતીન ત્રિવેદી, શ્રી કિરીટ દુધાત, શ્રી લલિત ખંભાયતા, શ્રી માનસ રાવલ, યાજ્ઞિક ભાવસાર વગેરે વિદ્વાનો અને ટેક એક્સપર્ટ્સે તીવ્ર ચર્ચા અને પ્રસ્તુતિ આપી.
હેન્ડ્સ-ઓન વર્કશોપમાં વિવિધ AI ટૂલ્સના પ્રયોગો થકી શ્રોતાઓને નવી ટેકનોલોજી સાથે અવગત કરવામાં આવ્યા હતા. વોલન્ટિયર્સ દ્વારા ટેક્નિકલ સહાય પણ પૂરી પાડવામાં આવી.
કાર્યક્રમના અંતે પરિષદના ઉપપ્રમુખ શ્રી યોગેશ જોષીએ સમાપન વક્તવ્ય આપ્યું અને શ્રી હેમાંગ રાવલે આભાર વિધિ ભજવી હતી. આખા દિવસ દરમિયાન કુલ ૩૦૦થી વધુ સાહિત્યપ્રેમીઓ અને સામાજિક સંવેદનશીલ નાગરિકોએ ઉપસ્થિત રહી આ બૌદ્ધિક યાત્રાને સમૃદ્ધ બનાવી હતી.
સમાચાર ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાવાદ
–