• ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ ભાજપ સરકાર તાત્કાલીક રદ કરેઃ શ્રી શક્તિસિંહ ગોહિલ
• ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કાયમી શિક્ષકોની નિમણુંક સત્વરે કરવામાં આવે.
ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચાણક્યએ કહ્યું હતું કે, ઉત્તમ શિક્ષણ વગર ઉત્તમ રાષ્ટ્ર સંભવ નથી ત્યારે રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક થઈ રહી છે. ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવામાં આવે. રાજ્યની ભાજપ સરકાર ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવું કેટલા અંશે વ્યાજબી? તાજેતરમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીએ શિક્ષણની સ્થિતિ અંગે ગંભીર પરિસ્થિતિ સરકારને ધ્યાન મુકી હતી. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે. પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના વ્યાપક હિત માટે જ્ઞાન સહાયક યોજના તાત્કાલીક રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રીશ્રી-શિક્ષણ મંત્રીશ્રીને પત્ર લખી માંગ કરી છે.
—————————————————————————————————–
પત્રકાર દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં સરમુખત્યારશાહી એટલી વધી છે કે, હવે ભાજપ પોતાના જ કાર્યકર્તાઓ-આગેવાનો-ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોલીસ તંત્રનો દુરુપયોગ કરી મતદાન કરતા રોકી રહી છે. શિહોર, બગસરા સહિત ઘણી જગ્યાએ નગરપાલિકા-તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોનો અંતરાત્મા જાગ્યો અને તેમણે ભાજપ વિરુધ્ધ મતદાન કરવાનું નક્કી કર્યું ત્યારથી જ ભાજપે ચૂંટાયેલા પ્રતિનિધિઓને નિતનવા હતકંડા અપનાવીને મતદાન કરતા રોકી લોકશાહીનું હનન કર્યું હતું. સરમુખત્યારશાહી સામેના અંતરઆત્માના અવાજને રાવણ પણ રોકી શક્યો ન હતો તો ભાજપ ક્યાથી રોકી શકશે.
—————————————————————————————————–
પત્રકાર દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબ આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટાયેલ સભ્ય પક્ષની શિસ્તમાં ન રહે, પક્ષ વિરૂધ્ધ મતદાન કરે તો તેના માટે ચોક્કસ કાયદાકીય જોગવાઈઓ છે તે અંતર્ગત પગલા લેવામાં આવશે. ક્યાંય પણ પક્ષ વિરૂધ્ધની ઈરાદા પૂર્વકની કામગીરી હશે તો ચોક્કસ પગલા લેવામાં આવશે. પરંતુ જો કોઈ વ્યક્તિ ખુલાશો કરશે અને આગામી દિવસોમાં પક્ષની શિસ્તને વળગીને રહેશે તો તેમના માટે પુનઃ વિચારણા કરવામાં આવશે.
(હિરેન બેંકર)
પ્રવક્તા
1 Comment
What a fantastic read! The humor made it even better. For further details, check out: READ MORE. Any thoughts?