નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટે ચાઇનીઝ હેકિંગ ગ્રુપને મોટો પદાર્થપાઠ શીખવાડયો છે. ચાઇનીઝ હેકિંગ ગ્રુપ અમેરિકા સહિત વિશ્વના 28 દેશોને લક્ષ્યાંક બનાવતું હતું, એમ કંપનીના કસ્ટમર સિક્યોરિટીના કોર્પોરેટ વાઇસ પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટ ટોમ બર્ટે તેની બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું.
માઇક્રોસોફટ ડિજિટલ ક્રાઇમ યુનિટ (ડીસીયુ)એ ચીન સ્થિત હેકિંગ ગ્રુપપ જે નિકલના નામથી ઓળખાય છે તેની હેકિંગ પ્રવૃત્તિઓ અવરોધી છે. આજે જારી થયેલા દસ્તાવેજો મુજબ વર્જિનિયાની ફેડરલ કોર્ટે અમારી નિકલ વેબસાઇટને બ્લોક કરવાની વિનંતી સ્વીકારી છે. આ વેબસાઇટનો ઉપયોગ અમેરિકા સહિત વિશ્વના 28 દેશો અને બીજા સંગઠનો પર સાઇબર હુમલો કરવા થતો હતો. આના લીધે નિકલ હવે તેના પીડિતો પર હુમલો નહી કરી શકે તથા કટઓફ થઈ જશે. આ વેબસાઇટ પરથી તે હુમલો નહી કરી શકે.
જો કે આ અવરોધના લીધે નિકલને તેની હેકિંગ પ્રવૃત્તિઓ કરતાં રોકી નહી શકાય છતાં બર્ટનું કહેવું છે કે માઇક્રોસોફ્ટનું માનવું છે કે તેઓએ ગુ્રપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ચાવીરૂપ હિસ્સો દૂર કર્યો છે.
બર્ટે જણાવ્યું હતું કે માઇક્રોસોફ્ટ માને છે કે નિકલનો ઉપયોગ સરકારી એજન્સીઓ, થિન્ક ટેન્ક અને માનવ અધિકાર સંગટનો માટે ઇન્ટેલિજન્સ ગેધરિંગ માટે કરાતો હતો. તેઓ સમગ્ર વિશ્વના પબ્લિક અને પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનોને ટાર્ગટે બનાવતા હતા. તેમા રાજકીય સંગઠનો, મંત્રાલયોનો સમાવેશ થાય છે. આ સાઇબર હુમલા ઘણી વખત ચીનના ભૂરાજકીય હિતો સાથે સંબંધ ધરાવતા હતા, એમ બર્ટે ઉમેર્યુ હતું.
1 Comment
Excellent insights! Your breakdown of the topic is clear and concise. For further reading, check out this link: READ MORE. Let’s discuss!