જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા યુવા કોંગ્રેસના કાર્યક્રતાઓની અટકાયત કરવામાં આવી
યુથ કોંગ્રેસે હુવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તેના માટે પ્રાર્થના કરી
જ્ઞાન સહાયક યોજના યુવા વિરોધી હોવાથી યુવા કોંગ્રેસ દ્વારા હવન કરીને સરકારને સદબુદ્ધિ આવે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ કહ્યું હતું ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાનો સરકાર દ્વારા અમલ કરવાથી અનેક યુવાનો વર્ષોથી તૈયારી કરી રહ્યા છે તેની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ યોજનામાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે ત્યારે કોંગ્રેસ દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગણી કરવામાં આવી હતી. જેને લઈને આજે યુથ કોંગ્રેસે સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન કર્યો હતો.જો કે પોલીસે હવનકુંડ સાથે યુવા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદ શહેરના યુવા કોંગ્રેસના પ્રમુખ વિશાલસિંહ ગુર્જર જણાવ્યું હતુ કે આજે બેકારીનો દર ખૂબ ઊંચો છે. વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે પરંતુ સરકાર ખાલી પડેલી નોકરીની જગ્યા ભરતી નથી. જ્ઞાન સહાયક યોજના એ યુવા વિરોધી છે અને કરાર આધારિત ભરતી વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓના સપના રોળાઈ ગયા છે, સરકાર સામે વિરોધ દર્શાવીએ છીએ કે આ યોજના રદ કરીને કાયમી ભરતી કરવામાં આવે.
મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી, યુથ કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં ખોખરા સર્કલ પાસે આવેલ હનુમાનજીના મંદિર બહાર જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કર્યો હતો. જ્ઞાન સહાયક યોજનામાં કાયમી ભરતી કરવામાં આવે તે માટે યુથ કોંગ્રેસ દ્વારા હવન કર્યો હતો.મંદિર બહાર હવન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની હવનકુંડ સાથે પોલીસે અટકાયત કરી હતી.તમામ કાર્યકરોની અટકાયત કરીને ખોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી જયમીન સોનાર, હેમાલ પટેલ, પાર્થ કોષ્ટી અને યશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં યુવા કોંગ્રેસના કાર્યકર્તા જોડાય હતા અને તેઓની અટક્યાત કરી હતી.
મુકેશ આંજણા
(મહામંત્રી અને મીડિયા કોડીનેટર)
1 Comment
This article had me hooked! For those curious, here’s more: DISCOVER MORE. What are your thoughts?